પૃથ્વી પર રહેતા દરેક વ્યક્તિને અલગ-અલગ શોખ હોય છે. જોકે કેટલાક વ્યક્તિને એવા શોખ હોય છે જે જાણીને આપણે ચકિત થઇ જઈએ છીએ. આવો જ એક અજીબ શોખ અમેરિકામાં (America)રહેતા ડૈન સુર (Dan Sur)નામના રેપરને છે. ડેન સુરે હેયર ટ્રાન્સપ્લાન્ટ (Weird Hair Transplant)કરાવીને વાળના બદલે સોનાની ચેઇનો (Man Gold Chain Transplant)ઉગાડી છે. અમેરિકાના રેપર ડેન સુરના નવા ફોટો વાયરલ થઇ રહ્યા છે. જેમાં રેપરે હેયર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે. જેની ઘણી ચર્ચા થઇ રહી છે. ડેને પોતાના કાળા વાળના બદલે માથામાં સોનાની મોટી-મોટી ચેઇનો લગાવી છે.
રેપરે પોતાના ગોલ્ડન વાળના ફોટા ઇંસ્ટાગ્રામ પર શેર કર્યા છે. જેને જોયા પછી લોકો ચકિત થઇ ગયા છે. ડેનનો દાવો છે કે આવી રીતે હેયર ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર પ્રથમ વ્યક્તિ છે. રિપોર્ટ્સ પ્રમાણે ડેને સર્જરી માટે પોતાના માથાના બધા વાળ હટાવી દીધા હતા. આ પછી તેણે માથા પર હુક લગાવીને તેમાં સોનાની ચેઇન લગાવી છે. ડેનના માથા પર લટકતી આ ગોલ્ડન ચેઇનને જોઈને બધા ચકિત થઇ રહી જાય છે.