તમને જણાવી દઈએ કે, સ્કોટલેન્ડના ડંબાર્ટન નજીક વસેલા એક મિલ્ટન ગામમાં બ્રિજ છે. જ્યાંથી કુદીને દર વર્ષે કેટલાએ કૂતરા આત્મહત્યા કરી લે છે. એવું માનવામાં આવે છે કે, આ બ્રિજ કૂતરાઓને આત્મહત્યા કરવા આકર્ષિત કરે છે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં આ બ્રિજ પરથી કૂદીને 600 કૂતરા આત્મહત્યા કરી ચુક્યા છે.
વર્ષ 1859માં બનેલા આ બ્રિજનું નામ ઓવરટોન બ્રિજ છે અને 1950 થી 1960ના દશકમાં આને પહેલી વખત કૂતરાના આત્મહત્યાને લઈ નોટિસ કરવામાં આવ્યો. આ બ્રિજ પરથી કોઈ પણ કારણ વગર કૂતરા અચાનક કુદી જાય છે અને 50 ફૂટની ઉંચાઈ પરથી પડવાના કારણે તેમનું મોત નિપજે છે. જો કોઈ કારણસર કૂતરૂ છલાંગ લગાવ્યા પછી બચી જાય છે તો, ફરી ઉપર આવી બ્રિજ પરથી કુદીને મરે છે. વારંવાર કૂતરા દ્વારા આપઘાત કરવાના કારણે આ બ્રિજ પર ચોતાવણીનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે.
આશ્ચર્યની વાત એ છે કે, જેટલા પણ કૂતરા દ્વારા આ પુલ પરથી કુદીને આપઘાત કર્યો તે એક રહસ્યમય છે. કારણ કે, તમામ કૂતરાઓએ ઓવરટન બ્રિજના એક જ છેડા પરથી કુદીને આપઘાત કર્યો છે. એટલું જ નહી કૂતરા દ્વારા એક જ સ્પોર્ટથી છલાંગ લગાવાઈ છે. આ બ્રિજ પરથી કૂતરા કેમ આપઘાત કરે છે તે આજ સુધી એક રહસ્ય જ છે. કેટલાક લોકોનું માનવું છે કે, આ બ્રિજ પર ખરાબ શક્તિનો વાસ છે.
વર્ષ 1994માં એક વ્યક્તિએ પોતાના બાળકને ઓવરટોન બ્રિજ પરથી નીચે ફેકી દીધુ અને કહ્યું કે તે બાળક એન્ટી ક્રાઈસ્ટ છે અને થોડા સમય બાદ તે વ્યક્તિએ પણ અહીંથી કુદી આપઘાત કરી લીધો. એક અન્ય થીયરી અનુસાર ઓવરટોન બ્રિજ એવી જગ્યા છે, જ્યાં જીવતા અને મૃત લોકોની દુનિયા ભેગી થાય છે અને કેટલીક વખત કેટલીક શક્તિઓ ક્રોસ થાય છે.