અફઘાનિસ્તાન (Afghanistan)ની લોકપ્રીય પોપ સ્ટાર આર્યના સઇદ (Aryana Sayeed) દેશ છોડીને ભાગવામાં સફળ રહી છે. તે ઘણી જ ખુશનસીબ છે કે તેને આ તક મળી નહીં તો આર્યના જો તાલિબનીઓનાં હાતમાં લાગી જતી તો કદાચ તેની સાથે ખુબજ ખરાબ થાત. આર્યનાએ તેનાં સોશિયલ મીડિયા પેજ પર તાલિબાનનાં ચંગુલથી બચવાની માહિતી આપી છે.
આર્યના સઇદ (Aryana Sayeed) અફઘાની પોપસ્ટાર છે. તેણે જણાવ્યું કે, તેની પાસે દેશનાં ભયાનક પરિસ્થિતિ અંગે તમામ કહાનીઓ છે. તે તાલિબાનનાં પંજામાંથી કેવી રીતે બચવામાં સફળ રહી. જોકે આર્યના સઇદનાં માતા-પિતાએ ત્યારે જ અફઘાનિસ્તાન છોડી દીધુ હતું જ્યારે તે આઠ વર્ષની હતી. જોકે આર્યના અવાર નવાર તેનાં દેશ આવતી જતી પણ તેનો પરિવાર લંડન શિફ્ટ થઇ ગયો છે.