1/ 5


કોરોના વાયરસ (Coronavirus)ના કારણે ઘરોમાં કેદ (Lockdown) લોકોની ક્રિએટિવિટી સામે આવી રહી છે. કોઈએ કિચનમાં ક્રિએટિવિટી દર્શાવી તો અનેક લોકો પોતાની આર્ટના ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરા પાડી રહ્યા છે.
2/ 5


આવી જ એક તસવીર ભારતીય રેલવેએ ટ્વિટ કરી છે. તસવરીમાં તમે જોઈ શકો છો કે એક બાળકે અખબારની મદદથી રેલવે એન્જિનનું મૉડલ તૈયાર કર્યું છે.
3/ 5


કેરળ સ્થિત ત્રિશૂરના નિવાસી અદ્વૈત કૃષ્ણાએ અખબારથી ટ્રેનનું મૉડલ તૈયાર કર્યું છે. મૉડલ પર રેલવે દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે 12 વર્ષીય માસ્ટર અદ્વૈત કૃષ્ણાએ અખબારોનો ઉપયોગ કરી ટ્રેનનું મૉડલ બનવ્યું છે. આ મૉડલ તૈયાર કરવામાં તેને ત્રણ દિવસ લાગ્યા છે.
4/ 5


રેલ મંત્રાલયે અદ્વૈતના આ મૉડલની તસવીરને શૅર કરી છે. તેની સાથોસાથ એક વીડિયો પણ શૅર કર્યો છે જેમાં દર્શાવવામાં આવ્યું છે કે તેણે કેવી રીતે મૉડલ તૈયાર કર્યું.