Home » photogallery » eye-catcher » કોન્ડોમનો ઉપયોગ સંભોગ સિવાય પણ થાય? અહીં સ્ટોક થઇ રહ્યો ખલાસ!

કોન્ડોમનો ઉપયોગ સંભોગ સિવાય પણ થાય? અહીં સ્ટોક થઇ રહ્યો ખલાસ!

હવે કોન્ડોમનું વેચાણ આસમાને પહોંચ્યું છે. દુર્ગાપુરમાં એક-બે દિવસમાં તેનો સ્ટોક ખતમ થઈ રહ્યો છે

  • 15

    કોન્ડોમનો ઉપયોગ સંભોગ સિવાય પણ થાય? અહીં સ્ટોક થઇ રહ્યો ખલાસ!

    અર્પણ ચક્રવર્તી: દુર્ગાપુરમાં રહેતા કેટલાક યુવાનો ભયંકર વ્યસનની ચપેટમાં આવી ગયા છે. અચાનક છેલ્લા કેટલાક દિવસોમાં દુર્ગાપુરના વિવિધ ભાગો જેવા કે દુર્ગાપુર સિટી સેન્ટર, બિધાનનગર, બેનાચિટી, મુચીપારા, સી ઝોન, એ ઝોનમાં ફ્લેવર્ડ કોન્ડોમના વેચાણમાં ભારે વધારો થયો છે. આ વિચિત્ર ઘટનાએ લોકોમાં ઘણા સવાલ ઉભા કર્યાં છે. એક દુકાનદારે માત્ર ઉત્સુકતાથી એક યુવાન જે તેની દુકાનનો નિયમિત ગ્રાહક હતો, તેને કારણ પૂછ્યું. જવાબમાં યુવકે કહ્યું કે, તે નશો કરવા માટે નિયમિતપણે કોન્ડોમ ખરીદે છે. આ સંભળીને દુકાનદારના હોશ ઉડી ગયા હતાં. માત્ર એક મેડિકલ સ્ટોર પર નહીં દુર્ગાપુર વિસ્તાર બધા જ મેડિકલ સ્ટોર પરથી કોન્ડોમ ફાટફાટ વેચાઈ રહ્યાં હતા.

    MORE
    GALLERIES

  • 25

    કોન્ડોમનો ઉપયોગ સંભોગ સિવાય પણ થાય? અહીં સ્ટોક થઇ રહ્યો ખલાસ!

    વ્યસનના આ નવા પ્રયોગ વિશે સાંભળીને દુર્ગાપુરના લોકો ચોંકી ગયા છે. વ્યસન માટે દરેક જનરેશનમાં યુવાઓ અલગ અલગ આઈડિયા શોધી કાઢતા હોય છે. નશાનું વ્યસન યુવાનોને ઘણી વિચિત્ર હરકતો કરવા સીધી ખેંચી જાય છે. એવું જ કઈંક દુર્ગાપુરમાં થઇ રહ્યું છે, જેનાથી ત્યાંના લોકોના હોશ ઉડી ગયા છે ખાસ કરીને યુવાનોના માતાપિતાના. તેમજ સરકાર પણ અચંબાની સ્થિતિમાં મુકાઈ ગઈ છે.

    MORE
    GALLERIES

  • 35

    કોન્ડોમનો ઉપયોગ સંભોગ સિવાય પણ થાય? અહીં સ્ટોક થઇ રહ્યો ખલાસ!

    દુર્ગાપુર ડિવિઝનલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ધીમાન મંડળે જવાબ આપ્યો કે, “કોન્ડોમમાં સુગંધિત પદાર્થો હોય છે. તે પ્રક્રિયા કરતા આલ્કોહોલ બનાવે છે અને તે વ્યસનકારક છે. આ સુગંધિત પદાર્થો ડેંડ્રાઇટ્સ ગ્લુમાં પણ જોવા મળે છે. તેથી ઘણા લોકો વ્યસન માટે પણ ડેંડ્રાઈટનો ઉપયોગ કરે છે.” તેનું વધુ વિશ્લેષણ કરતાં દુર્ગાપુર RE કૉલેજ મોડલ સ્કૂલના રસાયણશાસ્ત્રના શિક્ષક નુરુલ હકે જણાવ્યું હતું કે, "ગરમ પાણીમાં કોન્ડોમને લાંબા સમય સુધી પલાળીને રાખવાથી આલ્કોહોલિક કમ્પાઉન્ડમાં મોટા કાર્બનિક પરમાણુઓના તૂટવાથી નશો થાય છે."

    MORE
    GALLERIES

  • 45

    કોન્ડોમનો ઉપયોગ સંભોગ સિવાય પણ થાય? અહીં સ્ટોક થઇ રહ્યો ખલાસ!

    દુર્ગાપુરમાં એક મેડિકલ શોપના દુકાનદારોનું કહેવું છે કે, “પહેલાં દરરોજ એક દુકાન દીઠ 3 થી 4 પેકેટ કોન્ડોમ વેચાતા હતા. હવે દરેક સ્ટોરમાંથી કોન્ડોમના પેકેટ ગાયબ થઈ રહ્યાં છે.

    MORE
    GALLERIES

  • 55

    કોન્ડોમનો ઉપયોગ સંભોગ સિવાય પણ થાય? અહીં સ્ટોક થઇ રહ્યો ખલાસ!

    21મી સદીના મધ્યમાં માત્ર વ્યસનને કારણે નાઈજીરિયામાં ટૂથપેસ્ટ અને જૂતાપોલિશનું વેચાણ સામાન્ય કરતાં 6 ગણું વધી ગયું હતું. હવે કોન્ડોમનું વેચાણ આસમાને પહોંચ્યું છે. દુર્ગાપુરમાં એક-બે દિવસમાં તેનો સ્ટોક ખતમ થઈ રહ્યો છે. પરિણામે વહીવટીતંત્રની ચિંતા વધી રહી છે, કારણ કે તે સ્થળના યુવાવર્ગમાં ભારે તબાહી સર્જી શકે છે.

    MORE
    GALLERIES