નવી દિલ્હીઃ એવું નથી કે જુગાડના મામલે ભારતના લોકો જ પંકાયેલા છે. વિદેશમાં પણ અનેક એવા ટેલેન્ટેડ લોકો હોય છે જેમનું જુગાડી મગજ કમાલ કરી દર્શાવે છે. બેલારુસમાં પણ એક વ્યક્તિએ જુગાડ લગાવીને એક એવો આવિષ્કાર કર્યો છે જે કોઈને પણ આશ્ચર્યમાં મૂકી શકે છે. (Image: Reuters)

AFPને આપેલા ઇન્ટરવ્યૂમાં યૂસિકોવે જણાવ્યું કે તેનો આ આવિષ્કાર ઘણો સારો છે અને તે કોઈને નિરાશ તો નથી કરતો. (Image: Reuters)

યૂસિકોવ પોતાના પરિવારની સાથે પશ્ચિમ બેલારુસના ગ્રામ્ય વિસ્તારમાં રહે છે. તેની ઘોડા સાથે જોડાયેલી હોર્સ મોબાઇલ બનાવવાનો વિચાર તેના એક પડોશીએ આપ્યો હતો. (Image: Reuters)

મૂળે, તેના પડોશીએ તેને પોતાની જૂની Audi 80 આપી દીધી. ત્યારબાદ યૂસિકોવે ઓડીના અડધા હિસ્સાને કાપીને એન્જિન સહિત અલગ કરી દીધું. (Image: Reuters)

બાકીના હિસ્સાને ઘોડા-ગાડીના રૂપમાં ફેરવી દીધું. મજાકમાં યૂસિકોવ કહે છે કે, હવે તે Audi 40 છે. ત નો અડધો હિસ્સો ગુમ થઈ ગયો છે. (Image: Reuters)

ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા યૂસિકોવનું જીવન પડકારોથી ભરેલું છે. તે આ ગાડીમાં ફરીને ઘાસચારાની વ્યવસ્થા પણ કરે છે. (Image: Reuters)

કમાલની વાત એ છે કે તે આ પ્રયોગથી સામાનની હેરફેર સાથે મુસાફરી માટે પણ ઉપયોગ કરે છે. આ ઉપરાંત તે ખેતર જોતરવાનું કામ પણ તેનાથી કરે છે. (Image: Reuters)

મીડિયા સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું કે, જ્યારે હું ઘોડા-ગાડીથી કામ પર ગયો તો મારા મિત્રોને વિશ્વાસ જ ન આવ્યો. (Image: Reuters)