ભારતીય યુગલની જેમ ફ્રાન્સના મારિન અને રેયૂનિયાના લોદ્રિયાએ ભારતીય પોશાક પહેરી રાખ્યા હતા. દુલ્હને ચુંદડી સાથે લાલ સાડી અને દુલ્હાએ ચુડીદાર પાયજામા સાથે કુર્તો અને માથા ઉપર પારંપરીક ટોપી પહેરીને સાત ફેરા લીધા હતા. લગ્નમાં સિન્દુર દાન, ફેરા અને કન્યાદાન દરેક રીતિ રિવાજોનું પાલન કરવામાં આવ્યું હતું.