રોહતકઃ લૉકડાઉન (Lockdown) દરમિયાન લોકોના રોજગાર પ માઠી અસર પડી છે. પરંતુ કેટલાક લોકો એવા છે જેઓએ આત્મનિર્ભર બનીને લોકોને નવી દિશા દર્શાવી છે જેથી તેઓ દરેક મુશ્કેલીનો મજબૂતાઈથી સામનો કરી શકે. આવી જ એક વ્યક્તિ છે રોહતકના રિન્કૂ સૈની જેઓએ લૉકડાઉનમાં પોતાની નોકરી ગુમાવી પરંતુ હાર ન માની. તેઓ હવે મોહલ્લા-સોસાયટીઓમાં જઈને શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. (Photo: News18)