‘ડેલી મેલ’(Daily Mail)ની રિપોર્ટ મુજબ, ક્રિસ્ટીના ઓઝટર્ક જ્યોર્જિયાના કરોડપતિ વ્યક્તિ ગેલીપની પત્ની છે. ઓઝટર્ક દંપતીએ ગયા વર્ષે માર્ચ અને આ વર્ષે જુલાઈ દરમ્યાન સરોગેટ્સના માધ્યમથી માતા-પિતા બનવા માટે 142,000 પાઉન્ડ એટલે કે 1 કરોડ 46 લાખ 78 હજાર 156 રૂપિયા ખર્ચ કર્યા છે. (Image credit- Instagram @batumi_mama)
ક્રિસ્ટીના ભાર દઈને કહે છે કે તે એક વ્યવહારિક મા છે. તેણે કહ્યું, ‘હું દરેક સમય બાળકો સાથે રહું છું. હું એ બધું જ કરું છું જે એક મા સામાન્ય રીતે કરે છે. તફાવત ફક્ત બાળકોની સંખ્યાનો છે. દરેક દિવસ અલગ હોય છે, સ્ટાફ શેડ્યુલની યોજના બનાવવાથી માંડીને મારા પરિવાર માટે શોપિંગ સુધીના કામ હું કરું છું.’ (Image credit- Instagram @batumi_mama)
ક્રિસ્ટીના ઇન્સ્ટાગ્રામ (batumi mama instagram) પર પોતાના દૈનિક જીવન અંગે જાણકારી આપતી રહે છે અને બાળકો સાથેના સુંદર ફોટોઝ શેર કરતી રહે છે. તેને સોશ્યલ મીડિયા પર 160,000 લોકો ફોલો કરે છે. તે પોતાના વિડીયોમાં મોટેભાગે બાળકોનું જમવાનું બનાવતી અને તેમની સાથે ખેલકૂદ કરતી જોવા મળે છે. (Image credit- Instagram @batumi_mama)