યુકે : એક કહેવત છે કે માણસની કિસ્મત રાતોરાત ચમકી શકે છે અને આ ઉક્તિ યુનાઇટેડ કિંગ્ડમના (UK) એક શખ્સ માટે સાચી ઠરી છે. અહીંયા ટ્રેઝર હન્ટ દરમિયાન મેટલ ડિટેક્ટરના કારણે એક શખ્સની કિસ્મત ચમકી ગઈ. આ શખ્સને માટીના ઢગલાઓમાં દટાયેલા 1200 વર્ષ જૂનો (1200 yers old Gold Coin) રેર સોનાનો સિક્કો હાથમાં લાગ્યો છે. આ સિક્કાની કિંમત એન્ટિક બજારમાં 2 કરોડથી શરૂ થાય છે.