

કરોળિયાને જોઇને ભલ ભલા ડરી જાય, તેમાં પણ ખાસ ત્યારે જ્યારે કરોળિયો ઝેરી હોય. પણ જરા વિચારો કે તમને એક સાથે 119 જેટલા જીવતા કરોળિયા એરપોર્ટ જેવી જગ્યા એ જોવા મળે તો સામાન્ય લોકોની શું હાલત થાય, બસ, આવું જ કંઇ ફિલીપાઇન્સના પ્રખ્યાત એરપોર્ટ પર થયું. જ્યારે એક વ્યક્તિના શૂઝમાંથી એક બે નહીં કુલ 119 જીવતા ટૈરેંટુલા કરોળિયા મળી આવ્યા. અધિકારીઓ પણ આટલી મોટી સંખ્યામાં ઝેરી કરોળિયાને જોઇને ચોંકી ગયા.


ટૈરેંટુલા કરોળિયાને દુનિયાનો સૌથી ઝેરી કરોળિયો માનવામાં આવે છે. ફિલીપિંસના નિનૉય એક્વિનો ઇન્ટરનેશનલ એરપોર્ટ (NAIA)માં કસ્ટમ ઓફિસરને એક ડબ્બામાં પેક જૂતામાંથી આ તમામ જીવતા કરોળિયો નીકાળ્યા. તેમની તસ્કરી કરવામાં આવી રહી હતી. આને પોલેન્ડના કોઇ માઇકલ ક્રોલિકીએ કૈવિટ માટે મોકલ્યા હતા. (Pic- Bureau of Customs PH)


આ શૂઝની અંદર એક બે નહીં કુલ 119 જીવતા કરોળિયા નીકળ્યા. જે પ્લાસ્ટિકની નાની નાની ડબ્બીમાં રાખવામાં આવ્યા હતા. તેને જોઇને અધિકારીઓ પણ ચોંકી ગયા. તેમને આ પાર્સલ પર ત્યારે શંકા ગઇ જ્યારે તેમની નજર આ પાર્સલની ખરાબ પેકિંગ પર ગઇ (Pic- Bureau of Customs PH)


અધિકારીઓએ તમામ કરોળિયાને ભેગા કર્યા અને ડિપાર્ટમેન્ટ ઓફ એનવાયરમેંટ એન્ડ નેચરલ રિસોર્સેઝ વાઇલ્ડ લાઇફ મોનિટરિંગ યુનિટને 29 ઓક્ટોબરને સોપવામાં આવ્યા. આ કરોળિયાને 28 ઓક્ટોબર મેળ્યા હતા. અધિકારીઓ પણ આટલી મોટી સંખ્યામાં ઝેરી કરોળિયાને જોઇને ચોંકી ગયા હતા. આ કેસમાં હાલ વધુ તપાસ ચાલી રહી છે. (Pic- Bureau of Customs PH)


તમને જણાવી દઇએ કે આ કરોળિયાની તસ્કરી દુનિયાભરમાં થાય છે. અને આ તસ્કરે પણ ફ્લાઇટનો સહારો લઇને આ કરોળિયાને એક દેશથી બીજા દેશ લઇ જવાનો પ્રયાસ કર્યો હતો. પણ કસ્ટમ વિભાગે તેને પકડી પાડ્યો. નોંધનીય છે કે આ કરોળિયા ખૂબ જ ઝેરી હોય છે. પણ તે સાથે જ અનેક લોકો તેને પાળતૂની જેમ રાખે છે. અને ધણા લોકો આ કરોળિયાનું વિવિધ વસ્તુઓ અને દવા બનાવવા માટે પણ ઉપયોગ કરે છે. ત્યારે કસ્ટમ વિભાગે આની મોટી તસ્કરીને છતી કરી છે. કસ્ટમ અધિકારીઓ પણ આટલી મોટી સંખ્યામાં જીવતાં કરોળિયા જોઇને ચોંકી ગયા હતા. (Pic- Bureau of Customs PH)