NATO Explained: યુક્રેન સંકટ (Ukraine Crisis)ને લીધે ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (North Atlantic Treaty Organization) ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. તેને દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદ સોવિયેત યુનિયનના યુરોપમાં વિસ્તરણના જોખમને રોકવાના ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવ્યું હતું, જેનું નેતૃત્વ અત્યાર સુધી અમેરિકા (America) કરતું આવ્યું છે. શીત યુદ્ધ સમાપ્ત પણ થઈ ગયું, પરંતુ નાટોનું અસ્તિત્વ હજુ કાયમ છે. તેની ભૂમિકાઓમાં બદલાવ જરૂર આવ્યો છે. પરંતુ યુક્રેનની સ્થિતિએ કેટલાક એવા સવાલો ઉભા કર્યા છે જેથી નાટોની ભૂમિકા ફરી ચર્ચામાં આવી ગઈ છે. (પ્રતીકાત્મક ફોટો- shutterstock)
તે સાચું છે કે નાટો (NATO)નો જન્મ સોવિયેત યુનિયન (USSR)ના વિસ્તરણને રોકવા માટે થયો હતો. પરંતુ અમેરિકાએ તેનો ઉપયોગ યુરોપમાં રાષ્ટ્રવાદી તાકતના ઉદભવને રોકવા માટેના સાધન તરીકે પણ કર્યો. એવામાં ઘણી વખત નાટો પર આરોપ લાગ્યા કે, તે અમેરિકાની વિસ્તરણવાદી નીતિઓને અપનાવવા કે તેને બચાવવા માટે કામ કરી રહ્યું છે. નાટોની રચના વર્ષ 1949માં થઈ હતી. (Image- Wikimedia Commons)
નાટો એક સંગઠન અને સામૂહિક સુરક્ષા સમજૂતી તરીકે કામ કરે છે જેથી લશ્કરી અને રાજકીય માધ્યમોથી એકબીજાની સુરક્ષામાં સહકાર આપી શકાય, ખાસ કરીને જ્યારે કોઈ સભ્ય દેશને બહારના દેશથી જોખમ (Threat) હોય. તેનો સૌથી મહત્વનો નિયમ તેના ચાર્ટરનો આર્ટિકલ 5 છે, જેને સામૂહિક સંરક્ષણ કલમ (Collective Defence Article) કહેવામાં આવે છે. (Image- Wikimedia Commons)
નાટો (NATO)ના આર્ટિકલ 5 મુજબ, સભ્યો આ વાતથી સહમત હોય છે કે ઉત્તરી અમેરિકા અથવા યુરોપમાં કોઈ એક અથવા વધુ દેશો સામેના હુમલાને તમામ સભ્ય દેશો વિરુદ્ધનો હુમલો માનવામાં આવશે. એવામાં સંયુક્ત રાષ્ટ્ર (United Nations)ના ચાર્ટરની કલમ 51 હેઠળ તમામ સભ્યો સૈન્ય દળના ઉપયોગ સહિત સુરક્ષા માટે જરૂરી પગલાં લેશે. નાટોની ધારા 5નો ઉપયોગ અમેરિકા પર 9/11 હુમલાના જવાબમાં કરવામાં આવ્યો હતો. (Image- Wikimedia Commons)
સોવિયેત યુનિયન (USSR)એ પણ નાટો (NATO)ના જવાબમાં પોતાનું લશ્કરી સંગઠન બનાવ્યું અને 1955માં સાત પૂર્વ યુરોપિયન દેશોને વોર્સોની સંધિ હેઠળ એક સંગઠનમાં ઉમેર્યા. પરંતુ સોવિયેત યુનિયનના વિઘટન અને બર્લિનની દિવાલના પતન બાદ યુરોપમાં એક નવી સુરક્ષા વ્યવસ્થાએ આકાર લીધો. વોર્સો સંધિના કેટલાક દેશો નાટોના સભ્ય બની ગયા. હંગેરી, પોલેન્ડ અને ચેક રિપબ્લિકે 1999માં નાટોનું સભ્યપદ મેળવ્યું. પાંચ વર્ષ પછી, બલ્ગેરિયા, એસ્ટોનિયા, લાતવિયા, તાલિથુયાનિયા, રોમાનિયા, સ્લોવાકિયા, સ્લોવેનિયા નાટોમાં જોડાયા અને પછી 2009માં અલ્બેનિયા અને ક્રોએશિયા જોડાયા. (Image- Wikimedia Commons)
વર્ષ 2017માં મોટેનેગ્રો નાટોનું સભ્ય બન્યું અને તે પછી ઉત્તર મેકેડોનિયા 2020માં નાટોમાં જોડાયું. હવે નાટોના સભ્ય દેશોની સંખ્યા 30 થઈ ગઈ. વાત અહીં ન અટકી અને હવે બોસ્નિયા-હર્જેગોવિના, જ્યોર્જિયા અને યુક્રેન પણ નાટોમાં સામેલ થવાની ચર્ચા ચાલી રહી છે. રશિયા માટે યુક્રેનના નાટોમાં જોડાવાનો અર્થ એ છે કે યુએસ તેની સરહદની નજીક છે અને તે મોટું જોખમ બની શકે છે (પ્રતીકાત્મક ફોટો- shutterstock)
નાટોમાં યુરોપિયન દેશોનું વિશેષ સ્વાગત કરવામાં આવે છે. યુક્રેન (Ukraine) પણ ઘણી બાબતોમાં નાટોનું સહયોગી છે પરંતુ હજુ સુધી સભ્ય બન્યું નથી. નાટો સદસ્યતામાં યુરોપિયન સભ્ય દેશો પણ પોતાનો ફાયદો જુએ છે. પરંતુ રશિયા નાટોની સક્રિયતાને અમેરિકન વિસ્તરણવાદી નીતિ તરીકે જુએ છે. તાજેતરમાં જ જર્મનીએ યુક્રેન તરફ પોતાની સેના મોકલવા સામે વાંધો ઉઠાવ્યો હતો. જેના કારણે નાટોમાં તિરાડ પડવાની શક્યતા દેખાઈ હતી. હાલ તો જ્યાં સુધી રશિયા યુક્રેન પર હુમલો ન કરે ત્યાં સુધી સ્થિતિ યથાવત રહી શકે છે. (Image- shutterstock)