નવી દિલ્હી. કોરોના (Coronavirus)ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈને અનેક રાજ્યોમાં તેની આર્થિક અસર જોવા મળી રહી છે. કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સતર્કતાના ભાગરૂપે માસ્ક (Mask) પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સ (Social Distance) રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. માસ્ક ન પહેરવા પર દંડ વસૂલવામાં આવી રહ્યો છે. કેટલાક લોકો સતર્કતાના ભાગરૂપે તો કેટલાક લોકો દંડ ન ભરવો પડે તે ડરથી માસ્ક પહેરી રહ્યા છે. પરંતુ ત્વચા વિશેષજ્ઞ અનુસાર માસ્ક પહેરવાને કારણે ત્વચાની સમસ્યા પણ થઈ રહી છે. (પ્રતીકાત્મક તસવીર- pixabay)
માસ્કને અંગે ન્યૂયોર્ક સિટીના ત્વચા રોગ અને એનેસ્થેસિયાના નિષ્ણાત ડાયલિન મુસ્તેપિચ વિસ્તારમાં જણાવે છે. તેમના મત અનુસાર માસ્કના કારણે આ સમસ્યા થઈ રહી છે. માસ્ક પહેરવાથી મોઢું અને નાક ઢંકાયેલા રહે છે. જેનાથી પ્રદૂષિત હવા શ્વાસમાં જઈ શકતી નથી. પર્યાપ્ત હવા શ્વાસમાં જઈ શકે તે રીતે માસ્ક બનાવવામાં આવે છે. માસ્ક પહેરવાથી ખાંસી અને છીંક આવે તો તે જર્મ્સ બહાર આવતા નથી. આ જર્મ્સ પરસેવા અને કફ સાથે ભેગા થવાને કારણે ત્વચામાં ઈંફેક્શન થાય છે. (પ્રતીકાત્મક તસવીર- pixabay)
માસ્ક વિશે કોરોનાકાળમાં જાણવા મળી રહ્યું છે, પરંતુ એથ્લીટ આ પ્રકારની સમસ્યાનો સામનો કરતા રહે છે. તેઓ સુરક્ષા માટે હેલ્મેટ તથા એવી વસ્તુઓ પહેરે છે જેનાથી તેમનો ચહેરો ઢંકાયેલો રહે છે. પરંતુ તેનાથી તેમને મોઢા પર ખીલ જેવી સમસ્યા થાય છે. ક્રિકેટમાં બેટ્સમેન અને વિકેટકીપરને હેલ્મેટને કારણે આ સમસ્યા થાય છે. (પ્રતીકાત્મક તસવીર- pixabay)
પરંતુ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લેતા માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી છે. આ પ્રકારની સમસ્યાથી બચવા માટે યોગ્ય માસ્ક પહેરવું જોઈએ. માસ્ક લેતા સમયે ફેબ્રિકનું ધ્યાન રાખવું જોઈએ અને સિન્થેટીક માસ્ક ના પહેરવું જોઈએ. સિન્થેટીક માસ્ક પહેરવાથી ગંભીર સમસ્યા થઈ શકે છે. તથા શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે. ગરમીમાં આ પ્રકારની સમસ્યા વધુ થઈ શકે છે. (પ્રતીકાત્મક તસવીર- pixabay)