Home » photogallery » explained » Hottest Places on Earth: આ છે વિશ્વના 10 સૌથી ગરમ સ્થળો, 70 ડિગ્રી ઉપર પહોંચી જાય છે તાપમાન!

Hottest Places on Earth: આ છે વિશ્વના 10 સૌથી ગરમ સ્થળો, 70 ડિગ્રી ઉપર પહોંચી જાય છે તાપમાન!

Hottest Places on Earth: આખું ઉત્તર ભારત આ દિવસોમાં ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે. દિલ્હીમાં તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, તો દેશમાં ઘણી જગ્યાએ તાપમાન 49 ડિગ્રી સુધી પણ પહોંચી ગયું છે. આજે જાણીએ દુનિયાની એ જગ્યાઓ વિશે જ્યાં તાપમાન 70 ડિગ્રી ઉપર પહોંચી જાય છે.

विज्ञापन

  • 110

    Hottest Places on Earth: આ છે વિશ્વના 10 સૌથી ગરમ સ્થળો, 70 ડિગ્રી ઉપર પહોંચી જાય છે તાપમાન!

    તિરાત ઝ્વી, ઈઝરાયેલ - તિરાત ઝ્વીના નાના કિબુટઝે એશિયામાં રેકોર્ડ પર સૌથી ગરમ તાપમાનનો દાવો કર્યો - જૂન 1942માં તે 54 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. એટલે સુધી કે ઓછી ગરમીના દિવસોમાં પણ તે સરેરાશ 37 ડિગ્રી તાપમાનને સ્પર્શે છે.

    MORE
    GALLERIES

  • 210

    Hottest Places on Earth: આ છે વિશ્વના 10 સૌથી ગરમ સ્થળો, 70 ડિગ્રી ઉપર પહોંચી જાય છે તાપમાન!

    વાદી હલ્ફા, સુદાન - વર્ષ દરમિયાન, સુદીમાં નબિયા તળાવના કિનારે આવેલું ઘુમાવદાર શહેર વાદી હલ્ફામાં લગભગ વરસાદ પડતો નથી. 41 ડિગ્રીના સરેરાશ તાપમાન સાથે જૂન સૌથી ગરમ મહિનો હોય છે - એપ્રિલ 1967માં સૌથી ગરમ તાપમાન 53 ડિગ્રી હતું.

    MORE
    GALLERIES

  • 310

    Hottest Places on Earth: આ છે વિશ્વના 10 સૌથી ગરમ સ્થળો, 70 ડિગ્રી ઉપર પહોંચી જાય છે તાપમાન!

    ટિમ્બકટુ, માલી - સહારાની દક્ષિણ કિનારે આવેલું આ શહેર શિયાળામાં પણ ગરમ રહે છે, જાન્યુઆરીમાં સરેરાશ 30 ડિગ્રી સુધી પહોંચે છે. અત્યાર સુધીનું સૌથી ગરમ તાપમાન 49 ડિગ્રી નોંધાયું હતું.

    MORE
    GALLERIES

  • 410

    Hottest Places on Earth: આ છે વિશ્વના 10 સૌથી ગરમ સ્થળો, 70 ડિગ્રી ઉપર પહોંચી જાય છે તાપમાન!

    દશ્ત એ લુટ, ઈરાન - આ રણના ઉચ્ચપ્રદેશમાં વિશ્વમાં સૌથી ગરમ જમીન તાપમાન છે - 2003 અને 2009 વચ્ચે લેવાયેલા માપમાં મહત્તમ તાપમાન 70.7 ડિગ્રી હોવાનું જાણવા મળ્યું છે. કહેવાની જરૂર નથી કે આ વિસ્તાર નિર્જન છે. અહીં કોઈ રહી શકતું નથી.

    MORE
    GALLERIES

  • 510

    Hottest Places on Earth: આ છે વિશ્વના 10 સૌથી ગરમ સ્થળો, 70 ડિગ્રી ઉપર પહોંચી જાય છે તાપમાન!

    ઘડામેસ, લિબિયા - રણની મધ્યમાં આવેલ આ ઓએસિસ હવે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, જે તેના પ્રતિકાત્મક માટીના ઝૂંપડાઓ માટે જાણીતી છે. તે 7,000 રહેવાસીઓને તીવ્ર ગરમીથી બચાવવામાં મદદ કરે છે. તે ‘રણના મોતી’ તરીકે ઓળખાય છે અને તેનું તાપમાન 40 ડિગ્રીની સરેરાશ ઊંચાઈ સુધી પહોંચે છે. એક વખત 55 ડિગ્રી તાપમાન પણ નોંધાયું છે.

    MORE
    GALLERIES

  • 610

    Hottest Places on Earth: આ છે વિશ્વના 10 સૌથી ગરમ સ્થળો, 70 ડિગ્રી ઉપર પહોંચી જાય છે તાપમાન!

    કેબિલી, ટ્યુનિશિયા - આ રેગિસ્તાની શહેર તેની શ્રેષ્ઠ ખજૂરો માટે જાણીતું છે, જ્યાં ઉનાળા દરમિયાન સરેરાશ 40 ડિગ્રી તાપમાન હોય છે. રેકોર્ડ પર સૌથી વધુ તાપમાન 55 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

    MORE
    GALLERIES

  • 710

    Hottest Places on Earth: આ છે વિશ્વના 10 સૌથી ગરમ સ્થળો, 70 ડિગ્રી ઉપર પહોંચી જાય છે તાપમાન!

    ડેથ વેલી, કેલિફોર્નિયા - ડેથ વેલી હાલમાં સૌથી ગરમ હવાના તાપમાનનો રેકોર્ડ ધરાવે છે. 1913ના ઉનાળામાં રણની ખીણ 56.7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી હતી, જે માનવ અસ્તિત્વની મર્યાદાઓને સ્પષ્ટપણે જોખમમાં મૂકે છે. ઉનાળા દરમિયાન અહીં સરેરાશ તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચે છે, અને તે અમેરિકાના રાજ્યોમાં સૌથી સૂકું સ્થળ છે.

    MORE
    GALLERIES

  • 810

    Hottest Places on Earth: આ છે વિશ્વના 10 સૌથી ગરમ સ્થળો, 70 ડિગ્રી ઉપર પહોંચી જાય છે તાપમાન!

    ડલ્લોલ, ઇથોપિયા - મીઠાની રચનાઓ, ગરમ સ્પ્રિંગ્સ અને ગેસ ગીઝર સાથેના આ હાઇડ્રોથર્મલ પ્રદેશમાં 1960 થી 1966 દરમિયાન સરેરાશ દૈનિક તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું. આ સંખ્યાઓનો અર્થ એ છે કે તે પૃથ્વી પરના કોઈપણ સ્થાન કરતાં સૌથી વધુ સરેરાશ તાપમાન ધરાવે છે.

    MORE
    GALLERIES

  • 910

    Hottest Places on Earth: આ છે વિશ્વના 10 સૌથી ગરમ સ્થળો, 70 ડિગ્રી ઉપર પહોંચી જાય છે તાપમાન!

    બંદર-એ માહશાહર, ઈરાન - બંદર-એ મહશાહરમાં જુલાઈ 2015માં 74 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. અગાઉ સૌથી વધુ તાપમાન 51 ડિગ્રી નોંધાયું હતું.

    MORE
    GALLERIES

  • 1010

    Hottest Places on Earth: આ છે વિશ્વના 10 સૌથી ગરમ સ્થળો, 70 ડિગ્રી ઉપર પહોંચી જાય છે તાપમાન!

    અઝીઝિયાહ, લિબિયા - 1922માં ત્રિપોલીથી 25 માઇલ દક્ષિણે આવેલી જાફરા જિલ્લાની ભૂતપૂર્વ રાજધાની પૃથ્વી પરના સૌથી ગરમ સ્થળના ખિતાબનો દાવો કરે છે. ત્યાં તાપમાન 58 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. જો કે, તેને 2012માં આ ખિતાબથી હટાવી નાખવામાં આવ્યું હતું જ્યારે હવામાનશાસ્ત્રીઓએ તેને અનેક પરિબળોને કારણે અમાન્ય જાહેર કર્યું હતું, એ તથ્ય સાથે કે જે વ્યક્તિએ તે રેકોર્ડ કર્યું છે તે બિનઅનુભવી હતી. જો કે, શહેરમાં હજુ પણ નિયમિતપણે 48 ડિગ્રીથી વધુ તાપમાન રહે છે.

    MORE
    GALLERIES