દેશ આજે 73મો પ્રજાસત્તાક દિવસ (Republic Day 2022) માનવી રહ્યો છે. વર્ષ 1950માં દેશભરમાં આજના દિવસે જ બંધારણ (constitution) લાગુ થયું હતું જેથી દેશ સંપૂર્ણ સ્વતંત્ર થઈ ગયો હતો. 26 જાન્યુઆરીના દિવસે જ ગણતંત્ર દિવસ ઉજવવાનું કારણ હતું. દેશના નેતાઓએ ભારતના પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ (Jawaharlal Nehru)ની અધ્યક્ષતામાં આજના દિવસે 1929માં કોંગ્રેસના લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો સંકલ્પ લીધો હતો અને નક્કી કર્યું હતું કે દેશ આવતા વર્ષે એટલે કે 26 જાન્યુઆરી 1930ના પહેલો સ્વતંત્રતા દિવસ મનાવશે. (ફોટો: Wikimedia Commons)
અંગ્રેજોથી આઝાદી (Freedom) મેળવવી કોઈ સરળ વાત ન હતી. દેશમાં સ્વરાજ (Swaraj)ની માંગ 1886માં દાદાભાઈ નવરોજીએ કોંગ્રેસના કલકત્તા રાષ્ટ્રીય અધિવેશનમાં પોતાના ભાષણમાં કરી હતી. ત્યારે તેમણે આઝાદીને રાષ્ટ્રીય ચળવળનું લક્ષ્ય બનાવ્યું તેમજ કેનેડા અને ઓસ્ટ્રેલિયાની જેમ જ સાર્વભૌમ શાસનની માંગણી મૂકી હતી. (ફોટો: Wikimedia Commons)
ત્યારબાદ 1907માં શ્રી અરબિંદો (Sri Aurobindo)એ પોતાના સમાચારપત્ર ‘વંદે માતરમ’માં પૂર્ણ સ્વરાજનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રવાદની નવી પેઢી પૂર્ણ સ્વરાજથી કંઈપણ ઓછું નહીં માગે. આમાં તેમને બાળ ગંગાધર ટિળક (Bal Gangadhar Tilak)નો સાથ મળ્યો. ત્યારબાદ ટિળક, એની બેસન્ટ અને અન્ય નેતાઓના પ્રયત્નોથી હોમ રૂલ આંદોલન ચાલ્યું જેમાં બ્રિટિશ સામ્રાજ્યની અંદર જ ઓસ્ટ્રેલિયા, કેનેડા, આયરિશ ફ્રી સ્ટેટ, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા વગેરેને ડોમિનિયર સ્ટેટસની હિમાયત કરવામાં આવી હતી. (ફોટો: Wikimedia Commons)
ત્યારબાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (Indian National Congress)માં પણ આ એક ચર્ચાનો મુખ્ય વિષય રહ્યો. 1921માં કોંગ્રેસ નેતા અને પ્રખ્યાત કવિ હસરત મોહિનીએ કોંગ્રેસના તમામ ફોરમમાં સૌપ્રથમ સંપૂર્ણ સ્વતંત્રતા એટલે કે પૂર્ણ સ્વરાજનો ખ્યાલ આપ્યો. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ બાલ ગંગાધર તિલક, શ્રી અરબિંદો અને બિપિન ચંદ્ર પાલે સામ્રાજ્યથી ભારતીય સ્વતંત્રતાની હિમાયત કરી હતી. (ફોટો: Wikimedia Commons)
આ દરમિયાન અંગ્રેજો સામે પોતાના અધિકારો માટેનો સંઘર્ષ દરેક સ્વરૂપમાં ચાલુ રહ્યો. 1919માં જલિયાવાલા બાગ હત્યાકાંડ પછી 1920માં ગાંધીજી (Gandhiji) અને કોંગ્રેસે સ્વરાજની પ્રતિજ્ઞા લીધી, જેમાં રાજકીય અને આધ્યાત્મિક સ્વતંત્રતાની વાત કરવામાં આવી. તે સમયે ગાંધીજીએ આ અંગે કહ્યું હતું કે ભારત (India) બ્રિટિશ સામ્રાજ્યમાં રહેશે કે નહીં, તે સંપૂર્ણપણે અંગ્રેજોના વર્તન અને તેમની પ્રતિક્રિયાઓ પર નિર્ભર રહેશે. (ફોટો: Wikimedia Commons)
1920 અને 1922માં મહાત્મા ગાંધીએ રોલેટ એક્ટના વિરોધમાં અસહકાર આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. આ ઉપરાંત, તેમણે સરકારમાં ભારતીયોને સામેલ ન કરવા અને રાજકીય અને નાગરિક સ્વતંત્રતાઓના અસ્વીકારનો વિરોધ કર્યો. આ પછી જ્યારે સાયમન કમિશનની જાહેરાત કરવામાં આવી તો વિરોધનો આધાર એ હતો કે તેમાં એક પણ ભારતીય નથી. કહેવામાં આવ્યું હતું કે ભારતીયોના બંધારણીય અને રાજકીય સુધારા માત્ર વિદેશીઓ કેવી રીતે કરી શકે છે. (ફોટો: Wikimedia Commons)
સાયમન કમિશનનો વિરોધ અને વિરોધ દરમિયાન લાઠીચાર્જને કારણે લાલા લજપત રાય (Lala Lajpat Rai)ના મૃત્યુએ દેશને રોષથી ભરી દીધો. સાયમન કમિશનના જવાબમાં કોંગ્રેસે મોતીલાલ નહેરુ (Motilal Nehru)ની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી, જે નહેરુ રિપોર્ટ તરીકે પ્રખ્યાત થઈ. આ અહેવાલમાં માત્ર બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ ભારતને સ્વરાજ્ય આપવાની માંગ કરવામાં આવી હતી. તેનો કોંગ્રેસમાં જ વિરોધ થયો અને અંગ્રેજોએ તેને ફગાવી દીધો. (ફોટો: Wikimedia Commons)
આ પછી 26 જાન્યુઆરી 1929ના લાહોર અધિવેશનમાં જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં કોંગ્રેસે પૂર્ણ સ્વરાજનો સંકલ્પ લીધો અને 26 જાન્યુઆરી 1930થી દર વર્ષે દેશમાં સ્વતંત્રતા દિવસ (Independence Day) ઉજવવાનો સંકલ્પ લેવામાં આવ્યો અને તે દિવસે તેની પણ ઉજવણી કરવામાં આવી. ત્યારથી પૂર્ણ સ્વરાજની માંગ સ્વતંત્રતા ચળવળનો એક ભાગ બની ગઈ અને જ્યારે ભારતીય બંધારણને અપનાવવાની વાત આવી ત્યારે 26 જાન્યુઆરીના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને 26 જાન્યુઆરી 1950ની તારીખ નક્કી કરવામાં આવી. (ફોટો: Wikimedia Commons)