1/7 ચીન લદ્દાખ (Ladakh)ના પેંગોંગ લેક (Pangong Lake) પર પુલ બનાવી રહ્યું છે. આ કામ ત્યાં ઓછામાં ઓછા બે મહિનાથી ચાલુ છે. નવી સેટેલાઇટ તસવીરો સ્પષ્ટપણે દર્શાવે છે કે ચીન પેંગોંગ લેકના સૌથી પાતળા ભાગમાં એક પુલ બનાવી રહ્યું છે. આ વિસ્તાર ગલવાન ખીણની ખૂબ નજીક છે અને વાસ્તવિક નિયંત્રણ (Line of Actual Control) રેખાથી 25 કિમી દૂર ચીનના ભાગમાં છે. આ પુલ તળાવના ઉત્તર અને દક્ષિણ ભાગોને જોડશે. આનાથી ચીની સેના (PLA) માટે બંને ભાગો સુધી પહોંચવામાં સરળતા રહેશે. જેના કારણે આ લેક ફરી એકવાર ચર્ચામાં આવી ગયું છે.
2/7 પેંગોંગ લેક પૂર્વ લદ્દાખથી પશ્ચિમ તિબેટ સુધી વિસ્તરેલ પ્રખ્યાત તળાવ છે. આજે તેમાંથી 50 ટકા તિબેટ ચીનમાં અને 40 ટકા હિસ્સો ભારતમાં પડે છે. તે જ સમયે, બાકીનો હિસ્સો ભારત અને ચીન વચ્ચેના બફર ઝોનમાં આવે છે. આ તળાવ 134 કિલોમીટર લાંબુ છે. ભારતમાં આ લેકનો લગભગ એક તૃતીયાંશ ભાગ છે, તે 135 કિલોમીટર લાંબો બૂમરેંગ આકારનો ભાગ છે, જે 14 હજાર ફૂટની ઉંચાઈ પર સ્થિત છે.
3/7 પેંગોંગ લેકનો સૌથી પહોળો ભાગ 5 કિલોમીટર છે જ્યારે સૌથી પાતળો ભાગ માત્ર 500 મીટર છે. ચીન આ ભાગ પર પુલ બનાવી રહ્યું છે. આ બ્રિજ લગભગ 140થી 150 કિલોમીટર ચીની સેના (PLA)નો રસ્તો બચાવી શકશે. એટલે કે હવે બંને વિસ્તારોમાં પહોંચવા માટે જ્યાં ચીની સેનાને 12 કલાક લાગતા હતા, તે હવે માત્ર 3-4 કલાક જ પહોંચી શકશે.
<strong>4/7 સમગ્ર પેંગોંગ લેક કુલ પાંચ પેટા-સરોવરોનું બનેલું છે. પેંગોગ ત્સો, ત્સો ન્યાક, રુમ ત્સો (ટ્વીન્સ લેક) અને ન્યાક્સો, આ સરોવર ગ્લેશિયરોના પીગળવાથી બનેલું છે જેમાં ખારુ પાણી છે. આ પછી પણ, આ લેક શિયાળામાં સંપૂર્ણપણે થીજી જાય છે. તેનો વિસ્તાર સિંધુ નદીના વિસ્તાર કરતા અલગ છે. પરંતુ એવું માનવામાં આવે છે કે તે એક સમયે તેનો જ એક ભાગ હતો.</strong>
5/7 મે 2020ના રોજ, ભારત અને ચીન વચ્ચેના સરહદી સંઘર્ષની શરૂઆત પૈકીની એક પેંગોંગ લેકના ઉત્તરીય કિનારાના ભાગથી હતી. તે જ સમયે, દક્ષિણ બાજુએ ટકરાવ ઓગસ્ટ 2020માં શરૂ થયો હતો. ભારતીય સેનાએ તે જ મહિનામાં દક્ષિણ કાંઠે ઘણા શિખરો કબજે કર્યા. ત્યારથી ચીન તેની આસપાસના વિસ્તારમાં રોડ બનાવવાનું કામ કરી રહ્યું છે.
7/7 પેંગોંગ લેક ચોક્કસપણે વિવાદોને કારણે હેડલાઇન્સમાં રહે છે. પરંતુ તે એક શાનદાર પ્રવાસન સ્થળ પણ છે. અહીં માઈગ્રેટરી બર્ડ્સનો ડેરો જોવા મળે છે. તળાવનું સૌથી મોટું આકર્ષણ તેનો વાદળી રંગ છે. જે તેની સુંદરતા વધારવાનું કામ કરે છે. બોલિવૂડ ફિલ્મ 3 ઈડિયટ્સનું ક્લાઈમેક્સ અહીં શૂટ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ સાથે આ તળાવની લોકપ્રિયતા ઘણી વધી ગઈ હતી.