આપણા દેશની આઝાદી (Independence of India)માં મહાત્મા ગાંધીનું યોગદાન અમૂલ્ય છે. 1915માં જ્યારે મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા ત્યારથી આઝાદી સુધી તેમણે અંગ્રેજો સામે લાંબી લડત કરીને દેશવાસીઓને માર્ગદર્શન આપ્યું. તેઓ છેલ્લા શ્વાસ સુધી દેશવાસીઓને એક કરવાના પ્રયાસમાં શહીદ થઈ ગયા. 30 જાન્યુઆરી 1948ના રોજ તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આજે 74મી પુણ્યતિથિ પર દેશ તેમને શ્રદ્ધાપૂર્વક યાદ કરી રહ્યો છે. આ પ્રસંગે તેમણે આપેલી અમૂલ્ય શીખ યાદ કરી શકાય. (Image- Wikimedia commons)
મહાત્મા ગાંધી માત્ર અહિંસા (Non Violence)ના હિમાયતી ન હતા, પરંતુ તેમણે અનેક પ્રસંગોએ હિંસા અને શાંતિ વચ્ચેનો તફાવત પણ જણાવ્યો છે. તેમણે હિંસાના ઘણા પ્રકારો વિશે પણ લોકોને પરિચિત કરાવ્યા. તેઓ હંમેશા કહેતા હતા કે આપણા માટે હિંસાનું માનસિક સ્વરૂપ સમજવું વધારે જરૂરી છે. તેઓ અહિંસાને પ્રેમનો પર્યાય માનતા હતા. તેઓ માનતા હતા કે સાહસ, લગન, પ્રેમ, નિર્ભયતા, હૃદયની પવિત્રતા એ અહિંસાના અવિભાજ્ય અંગો છે. (ફાઇલ ફોટો)
મહાત્મા ગાંધી પ્રામાણિકતાને ખૂબ મહત્વ આપતા હતા, તેઓ કહેતા હતા કે તમે જે કહો તે પહેલા જાત પર અમલ કરો. આ વિશે એક પ્રખ્યાત કિસ્સો પણ છે. એક વાર એક સ્ત્રી પોતાના બાળકને બાપુ પાસે લાવી અને કહ્યું કે બાપુ આ ગોળ બહુ ખાય છે, તેની આ આ આદત છોડાવો. ગાંધીજીએ મહિલાને એક મહિના પછી બોલાવી. મહિના પછી જ્યારે તે મહિલા પોતાના બાળકને લઈને આવી ત્યારે બાપુએ ખૂબ જ પ્રેમથી કહ્યું, દીકરા, કોઇપણ વસ્તુનો અતિરેક ખરાબ છે, તેથી વધુ ગોળ ખાવો એ સારી વાત નથી, તેને છોડી દો. મહિલાએ આશ્ચર્યમાં પૂછ્યું, બાપુ તમે આ એક મહિના પહેલા પણ કહી શક્યા હોત. બાપુએ કહ્યું, ત્યારે હું પોતે ગોળ વધારે ખાતો હતો. તેથી પહેલા મેં અતિ ગોળ ખાવાનું બંધ કર્યું અને પછી બાળકને કહ્યું. (Image- Wikimedia commons)
ગાંધીજીના ઘણા સિદ્ધાંતો ઉક્તિ તરીકે પ્રખ્યાત હતા. આમાંથી એક હતું- પાપીને નહીં, પાપને ઘૃણા કરો. ગાંધીજીએ આ સિદ્ધાંત તેમના જીવનમાં પણ ઉતાર્યો, તેઓ અંગ્રેજ શાસનની વિરુદ્ધ હતા, પરંતુ તેમ છતાં ઘણા અંગ્રેજો તેમના મિત્રો હતા. એટલે સુધી કે જે જેલમાં તેઓ જતા, તો તેઓ તેમની સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરતા. તેમના આ વર્તન સામે અંગ્રેજો ઘણીવાર લાચારી અનુભવતા. (Image- Wikimedia commons)
મહાત્મા ગાંધીએ એક વાત કહી હતી જે આજે પણ દુનિયા માટે એટલી જ બંધબેસતી છે. તેમણે તેમના જીવનમાં બંને વિશ્વ યુદ્ધ જોયા હતા અને શાંતિના મહત્વ અને નફરતના દુષ્પ્રભાવો અને જોખમો વિશે તેમણે કહ્યું હતું કે આંખના બદલામાં આંખ આખી દુનિયાને આંધળી કરી દેશે. બંને વિશ્વયુદ્ધની ભયાનકતાએ તેમની વાત સાચી સાબિત કરી હતી. આજે જ્યારે વિશ્વ યુક્રેન સંકટના કારણે યુદ્ધના આરે ઉભું છે ત્યારે બાપુની આ વાત વારંવાર યાદ આવે છે. (Image- Wikimedia commons)
મહાત્મા ગાંધીનું જીવન દ્રઢતાની મિસાલ છે. તેઓ પોતાના વિચારો અને ધ્યેય પ્રત્યે નિષ્ઠા રાખવાનું ખૂબ જ મહત્વપૂર્ણ માનતા. તેઓ હંમેશા કહેતા કે સંકલ્પમાં મોટી શક્તિ છે. સત્યાગ્રહ અને અહિંસક ચળવળ માટેની તેમની દ્રઢતાને કારણે જ તે સફળ બન્યા હતા. આ સાથે તેમણે ક્ષમા અને વિનમ્રતા પર પણ ખૂબ ભાર મૂક્યો. તેમનું માનવું હતું કે નમ્રતાથી સમગ્ર વિશ્વને હચમચાવી શકાય છે અને ક્ષમા એ બહાદુરીની નિશાની છે. (Image- Wikimedia commons)