લુમ્બિની નેપાળ (Lumbini, Nepal)માં એ જગ્યા છે જ્યાં ભગવાન બુદ્ધ (Lord Buddha)નો જન્મ થયો હતો. હાલ નેપાળમાં આ જગ્યા રૂપનદેઈ જિલ્લામાં છે. બૌદ્ધ પરંપરા અનુસાર રાણી મહામાયાદેવીએ 563 ઇ.સ. પૂર્વે સિદ્ધાર્થ ગૌતમને જન્મ આપ્યો હતો. બાદમાં જ્ઞાનની પ્રાપ્તિ પછી તેમને બુદ્ધ કહેવામાં આવ્યા. લુમ્બિનીનો સંબંધ બુદ્ધના જન્મસ્થાન તરીકે છે, એટલે તેનું મહત્વ ખૂબ વધારે છે. આ બૌદ્ધ તીર્થસ્થાન છે. અહીં વિશ્વભરમાંથી લોકો આવે છે.
લુમ્બિનીનું માયાદેવી મંદિર. લુમ્બિનીમાં ઘણાં પ્રાચીન મંદિરો છે, જેમાંથી એક માયાદેવી મંદિર છે. સાથે જ ઘણાં દેશો અને બૌદ્ધ સંગઠનો દ્વારા બનાવવામાં આવેલા નવા બૌદ્ધ મંદિર, સ્તૂપ, સ્મારક અને મઠ પણ અહીં છે. અમુકનું નિર્માણ કાર્ય પણ ચાલુ છે. અહીં એક ઇન્ટરનેશનલ રિસર્ચ સેન્ટર અને મ્યુઝિયમ પણ છે. અહીં એક પવિત્ર તળાવ પણ છે, જેના વિશે કહેવાય છે કે બુદ્ધને જન્મ આપતા પહેલા તેમની માતાએ અહીં સ્નાન કર્યું હતું. અહીં જન્મ બાદ બુદ્ધ ભગવાને પણ પહેલું સ્નાન કર્યું.
બુદ્ધના સમયમાં લુમ્બિની કપિલવસ્તુના પૂર્વમાં હતું. તે શાક્ય ગણતંત્ર હતું. અહીં સમ્રાટ અશોક દ્વારા સ્થાપિત અશોક સ્તંભ પણ છે, જે બ્રાહ્મી લિપિ પ્રાકૃત ભાષામાં છે, જેમાં લુમ્બિનીના બુદ્ધનું જન્મસ્થાન હોવાની વાત લખી છે. કુશીનારામાં પોતાના નિધન પહેલા, ભગવાન બુદ્ધે કહ્યું હતું- આ એ જગ્યા છે જ્યાં તથાગતનો જન્મ થયો હતો. આ એવું સ્થાન છે જ્યાં આસ્થા રાખનારી વ્યક્તિએ જવું અને જોવું જોઈએ. આજે દુનિયાભરથી તીર્થયાત્રી અને આગંતુક લુમ્બિની આવે છે.
લુમ્બિનીનું વર્ણન ચીની પ્રવાસીઓ ફાહિયાન અને યુવાંચવાંગ દ્વારા પણ કરવામાં આવ્યું છે. ફાહિયાન અનુસાર, કપિલવસ્તુથી 50 માઈલ પૂર્વમાં, લુમ્બિની વન યુવંચવાંગે આ સ્થાન પર સ્તૂપ જોયો હતો, જેનું નિર્માણ અશોક દ્વારા કરવામાં આવ્યું હતું. કદાચ હુણોના આક્રમણ પછી આ સ્થળ ગુમનામીના અંધકારમાં સરી પડ્યું. ડૉ. ફુહરરે 1866 ઇ.સ.માં આ સ્થળની શોધ કરી હતી. ત્યારથી આ સ્થાનને બૌદ્ધ વિશ્વમાં પૂજા સ્થળ તરીકે ઓળખવામાં આવે છે.