Home » photogallery » explained » Kalpana Chawla Death Anniversary: કોલમ્બિયા દુર્ઘટનાએ બદલી નાખી અંતરિક્ષની દુનિયા, NASA પર પડી આ અસર

Kalpana Chawla Death Anniversary: કોલમ્બિયા દુર્ઘટનાએ બદલી નાખી અંતરિક્ષની દુનિયા, NASA પર પડી આ અસર

Kalpana Chawla Death Anniversary: આજથી 19 વર્ષ પહેલા અમેરિકન સ્પેસ એજન્સી નાસા (NASA)નું કોલંબિયા સ્પેસ શટલ (Columbia Space Shuttle) દુર્ઘટનાનો શિકાર બન્યું હતું જેમાં ભારતીય મૂળની મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલા સહિત સાત અવકાશયાત્રીઓ મૃત્યુ પામ્યા હતા.

विज्ञापन

  • 17

    Kalpana Chawla Death Anniversary: કોલમ્બિયા દુર્ઘટનાએ બદલી નાખી અંતરિક્ષની દુનિયા, NASA પર પડી આ અસર

    આજના દિવસે 19 વર્ષ પહેલા એક અંતરિક્ષ દુર્ઘટના થઈ હતી જેની અસર સમગ્ર વિશ્વ પર થઈ હતી. 1 ફેબ્રુઆરી 2003ના રોજ અમેરિકન સ્પેસ એજન્સી નાસાનું સ્પેસ શટલ કોલંબિયા (Columbia Space Shuttle) પૃથ્વી પર પરત ફરતી વખતે ક્ષતિગ્રસ્ત થયું હતું, જેમાં સાત અવકાશયાત્રીઓ મૃત્યુ પામ્યા હતા. આ દુર્ઘટનામાં ભારતીય મૂળની અવકાશયાત્રી કલ્પના ચાવલા પણ સામેલ હતી, જે ભારત સહિત વિશ્વભરની છોકરીઓ માટે એક આઇકોન છે. આ દુર્ઘટનાએ નાસાને તેની કામ કરવાની રીત બદલવાની ફરજ પાડી, જે આજે દુનિયાભરમાં દેખાય છે. (Image- NASA via Wikimedia Commons)

    MORE
    GALLERIES

  • 27

    Kalpana Chawla Death Anniversary: કોલમ્બિયા દુર્ઘટનાએ બદલી નાખી અંતરિક્ષની દુનિયા, NASA પર પડી આ અસર

    આ અકસ્માતમાં માર્યા ગયેલા અવકાશયાત્રીઓ (Astronauts)માં સૌથી પ્રખ્યાત કલ્પના ચાવલા (Kalpana Chawla) હતા. ભારતીય મૂળની કલ્પનાનો જન્મ 17 માર્ચ 1962ના રોજ હરિયાણાના કરનાલ જિલ્લામાં થયો હતો. કલ્પનાએ પ્રારંભિક અભ્યાસ ટાગોર બાલ નિકેતનમાં કર્યો હતો. આ પછી ચંદીગઢથી એરોનોટિકલ એન્જિનિયરિંગ કર્યું અને 1984માં અમેરિકાની ટેક્સાસ યુનિવર્સિટીમાંથી આગળનો અભ્યાસ કર્યો. માર્ચ 1995માં NASAની એસ્ટ્રોનોટ કોર ટીમમાં તેમને સામેલ કરવામાં આવ્યા અને 1997માં તેમની પ્રથમ અવકાશ ઉડાન માટે પસંદગી કરવામાં આવી હતી. (Image: Pixabay)

    MORE
    GALLERIES

  • 37

    Kalpana Chawla Death Anniversary: કોલમ્બિયા દુર્ઘટનાએ બદલી નાખી અંતરિક્ષની દુનિયા, NASA પર પડી આ અસર

    કોલંબિયા દુર્ઘટનાવાળી ઉડાન કલ્પના ચાવલાની પ્રથમ અવકાશ યાત્રા ન હતી. અગાઉ 1997માં પ્રથમ સફર દરમિયાન તેણે અંતરિક્ષમાં 372 કલાક વિતાવ્યા હતા. તેની બીજી અવકાશ યાત્રા 16 જાન્યુઆરી 2003ના શરૂ થઈ હતી, પરંતુ જ્યારે 1 ફેબ્રુઆરી 2003ના રોજ અવકાશયાન પૃથ્વી પર પાછું ફરી રહ્યું હતું, ત્યારે તે અચાનક ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં કલ્પના ચાવલા સાથે અન્ય છ અવકાશયાત્રીઓનું મૃત્યુ થયું હતું. (Image- National Archives at College Park via Wikimedia Commons)

    MORE
    GALLERIES

  • 47

    Kalpana Chawla Death Anniversary: કોલમ્બિયા દુર્ઘટનાએ બદલી નાખી અંતરિક્ષની દુનિયા, NASA પર પડી આ અસર

    આ દુર્ઘટનાથી કલ્પના ચાવલા લાઇમલાઇટમાં આવ્યા હતા. લોકો કલ્પના ચાવલાને જાણવા ઉત્સુક બન્યા હતા. કલ્પના ચાવલા ભારત, અમેરિકા સહિત વિશ્વભરની છોકરીઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા. તેમની લોકપ્રિયતાને જોતા નાસાએ પણ તેના એક સુપર કોમ્પ્યુટરનું નામ કલ્પના ચાવલા રાખ્યું. વિશ્વભરના ઘણા સ્કોલરશિપ કાર્યક્રમો અને સંસ્થાઓની વિજ્ઞાન શાખાઓનું નામ કલ્પના ચાવલાના નામ પરથી રાખવામાં આવ્યું છે. (Image- Wikimedia Commons)

    MORE
    GALLERIES

  • 57

    Kalpana Chawla Death Anniversary: કોલમ્બિયા દુર્ઘટનાએ બદલી નાખી અંતરિક્ષની દુનિયા, NASA પર પડી આ અસર

    આ દુર્ઘટનાની સૌથી વધુ અસર નાસા પર પડી હતી. 1986માં ચેલેન્જર પછી અમેરિકાનો આ બીજો સ્પેસ શટલ અકસ્માત હતો. આ પછી અમેરિકાથી અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. બે વર્ષ સુધી કોઈ સ્પેસ શટલ ઉડાન હાથ ધરવામાં ન આવી જ્યાં સુધી કોલંબિયા દુર્ઘટનાની તપાસ પૂર્ણ ન થઈ. આ પછી નાસાએ પણ તેની સુરક્ષામાં ઘણા ફેરફાર કરવા પડ્યા. (Image- NASA)

    MORE
    GALLERIES

  • 67

    Kalpana Chawla Death Anniversary: કોલમ્બિયા દુર્ઘટનાએ બદલી નાખી અંતરિક્ષની દુનિયા, NASA પર પડી આ અસર

    કોલંબિયા સ્પેસ શટલને વર્ષ 2006માં ફરી શરુ કરવામાં આવ્યું હતું, પરંતુ તે પહેલા 26 જુલાઈ, 2005ના રોજ સ્પેસ શટલ ડિસ્કવરી દ્વારા સાત અમેરિકન યાત્રી અવકાશમાં મોકલવામાં આવ્યા હતા. આ પછી 2007માં સ્પેસ શટલ એન્ડોવર અને 2011માં સ્પેસ શટલ એટલાન્ટિસ મારફતે યાત્રીઓને અવકાશમાં મોકલવામાં આવ્યા હતા. એટલાન્ટિસ યુએસની ધરતી પરથી અવકાશમાં મોકલવામાં આવેલ નાસાનું છેલ્લું ક્રૂ યાન હતું. ત્યાર પછીથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં અમેરિકન અવકાશયાત્રીઓને રશિયન સુયોઝ રોકેટથી મોકલવામાં આવે છે. (Image- NASA via Wikimedia Commons)

    MORE
    GALLERIES

  • 77

    Kalpana Chawla Death Anniversary: કોલમ્બિયા દુર્ઘટનાએ બદલી નાખી અંતરિક્ષની દુનિયા, NASA પર પડી આ અસર

    વર્ષ 2011માં યુએસ અને નાસાએ લોકોને અવકાશમાં લઈ જવા માટે ખાનગી ક્ષેત્રમાં સંશોધન અને રોકાણને પ્રોત્સાહિત કરવાનું નક્કી કર્યું અને ત્યાં સુધીમાં નાસા પોતે માનવીય અવકાશ ઉડાનથી દૂર રહી, જે પછી વર્ષ 2020 સ્પેસમાં પ્રથમ ક્રૂ યાને ઉડાન ભરી હતી. આમાં બે અમેરિકન મુસાફરોને સફળતાપૂર્વક ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર મોકલવામાં આવ્યા. સ્પેસ સેક્ટરમાં ખાનગી ઉદ્યોગનો પ્રવેશ એ કોલંબિયા દુર્ઘટનાની સૌથી મોટી અસર માનવામાં આવે છે. (Image- Wikimedia Commons)

    MORE
    GALLERIES