Kalpana Chawla Birthday: કલ્પના ચાવલા (Kalpana Chawla) માત્ર કોલમ્બિયા શટલ દુર્ઘટના (Columbia Shuttle Disaster)માં પોતાનો જીવ ગુમાવનારી અંતરિક્ષ યાત્રી ન હતી. તેમની જીવન સફર ભારત (India)ના કરનાલથી શરુ થઈને દુનિયાની ટોચની સ્પેસ એજન્સી નાસા સુધીની હતી. તેઓ ભારત સહિત દુનિયા માટે એક પ્રેરણા બન્યા. માત્ર 41 વર્ષની ઉંમરમાં બે વખત અવકાશ યાત્રા કરનારી કલ્પના અસામાન્ય મૃત્યુ પહેલા જ દુનિયા માટે આઇકન બની ચૂકી હતી. 17 માર્ચે તેમના જન્મદિવસ પર આખી દુનિયા તેમને યાદ કરી રહી છે. (Image- NASA via Wikimedia commons)
કલ્પના ચાવલાનો જન્મ 17 માર્ચ 1962ના ભારત (India)ના હરિયાણા (Haryana)ના કરનાલ જિલ્લામાં થયો હતો. કલ્પના પિતા બંસારી લાલ અને મા સંયોગિતાની ચોથી સંતાન હતી. તેમનું હુલામણું નામ મોન્ટો હતું. પરંતુ, જ્યારે સ્કૂલમાં દાખલાની વાત આવી ત્યારે સ્કૂલના પ્રિન્સીપાલે તેમને એક નામ પસંદ કરવાનું કહ્યું અને મોન્ટોએ કલ્પના નામ પસંદ કર્યું. આ રીતે તેમણે પોતાનું નામ ખુદ પસંદ કર્યું. (Image- NASA)
કલ્પના ચાવલાની વાસ્તવિક જન્મ તારીખ 17 માર્ચ 1962 છે. કહેવાય છે કે તેમના પિતાએ મેટ્રિકની પરીક્ષામાં કલ્પનાની લાયકાત માટે તેમની સત્તાવાર જન્મતારીખ બદલીને 1 જુલાઈ 1961 કરી હતી. તે પછી જ કલ્પના મેટ્રિકની પરીક્ષા આપી શક્યા. ત્યારથી નાસા સુધી સત્તાવાર રીતે તેમની જન્મ તારીખ 1 જુલાઈ જ રહી. (Image- Pixabay)
કલ્પના બાળપણથી જ ભણવામાં ખૂબ હોશિયાર હતા. તેમણે સ્કૂલ બાદ ચંડીગઢની પંજાબ એન્જિનિયરીંગ કોલેજથી એરોનોટિકલ એન્જીનિયરીંગ કર્યું અને 1982માં અમેરિકાની ટેક્સસ યુનિવર્સિટીથી એરોસ્પેસ એન્જીનિયરીંગમાં માસ્ટર્સની ડિગ્રી લીધી અને તેના બાદ 1986માં તેમણે બીજી માસ્ટર્સની ડિગ્રી લીધી અને 1988માં બોલ્ડરમાં યુનિવર્સિટી ઓફ કોલોરાડોથી પીએચડીની ડિગ્રી પણ મેળવી. (Image NASA via Wikimedia commons)
કલ્પનાને ઉડવાનું (Flying) બહુ જનૂન હતું. તેમણે પોતે જ આગ્રહ કરીને પંજાબ યુનિવર્સિટીમાં એરોનોટિકલ એન્જિનિયરિંગનો વિષય પસંદ કર્યો, જેના પર ખુદ કોલેજના પ્રિન્સિપાલ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આ ફીલ્ડ પસંદ કરનાર તે કોલેજની પ્રથમ છોકરી હતી. ફ્લાઈંગના શોખને કારણે કલ્પના સી પ્લેન, મલ્ટી એન્જિન એરક્રાફ્ટ અને ગ્લાઈડરની સર્ટિફાઈડ કોમર્શિયલ પાઈલટ બની હતી. (Image NASA via Wikimedia commons)
જ્યારે કલ્પના ચાવલાએ નાસા (NASA) માટે પ્રથમ વખત અરજી કરી ત્યારે તેમની પસંદગી થઈ શકી ન હતી. બીજા પ્રયાસમાં જ્યારે તેમની પસંદગી કરવામાં આવી ત્યારે તેઓ 23 પસંદ કરાયેલા ઉમેદવારોમાં સામેલ હતા. માર્ચ 1995માં નાસાએ તેમને પોતાની અવકાશયાત્રી કોર ટીમમાં સામેલ કર્યા અને 1997માં તેમને પ્રથમ અવકાશ ઉડાન માટે પસંદ કરવામાં આવ્યા. 19 નવેમ્બરથી 5 ડિસેમ્બર 1997 સુધી તેમની પ્રથમ અવકાશ યાત્રા રહી. તેમની બીજી ઉડાનથી પાછા ફરતી વખતે 1 ફેબ્રુઆરી 2003ના કોલંબિયા શટલ દુર્ઘટનામાં તેમણે પોતાનો જીવ ગુમાવ્યો. (Image NASA via Wikimedia commons)