ભારતીયોની બુદ્ધિમતાથી આખી દુનિયા પરિચિત છે. એટલે સુધી કે ભારત જ્યારે ગુલામ હતું અને વૈજ્ઞાનિક પ્રયોગો માટે શૈક્ષણિક સંસ્થાઓ અને સંસાધનોની જરૂર હતી ત્યારે પણ ભારતે વિજ્ઞાન ક્ષેત્રે અનેક સિદ્ધિઓ મેળવી છે. એવા જ એક ભારતીય વૈજ્ઞાનિક છે, જગદીશ ચંદ્ર બોઝ. આજે પ્રો. જગદીશ બોઝની પુણ્યતિથિ છે. 23 નવેમ્બર, 1937ના તેમનું દેહાંત થયું હતું.