છેલ્લા થોડા દિવસોથી આકાશીય વીજળી (Electricity) ખૂબ ચર્ચામાં છે. હકીકતમાં તેના કારણે દેશમાં ઘણા વિસ્તારોમાં કેટલાય લોકોના જીવ ગયા છે. આમ તો ચોમાસામાં વીજળી (Lightning) પડવી તે સામાન્ય પ્રાકૃતિક ઘટના છે. તેને લઇને તે વાત પણ થવા લાગી છે. કે કોઇ એવી સિસ્ટમ બનાવવામાં આવે, જેનાથી આકાશી વીજળી લોકો પર પડવાની જગ્યાએ ઇલેક્ટ્રિસિટીમાં પરીવર્તિત કરીને વીજળીની જરૂરિયાતને પૂરી કરી શકાય. જોકે વીજળીને ઊર્જામાં પરીવર્તિત કરવામાં ઘણી પ્રેક્ટિકલ મુશ્કેલીઓ છે.
80ના દાયકાથી આકાશી વીજળીમાંથી એનર્જી બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. વીજળીની એક કિરણ જ ભારે પ્રમાણમાં ઊર્જા હોય છે, જે ન્યૂ મેક્સિકોના એક સરેરાશ આકાર વાળા શહેર સાન્તા ફેને એક મિનિટ માટે સંપૂર્ણ પ્રકાશિત કરી શકે છે. પરંતુ સાંભળવામાં વીજળીમાંથી એનર્જી બનાવવી જેટલી સરળ લાગે છે, હકીકતમાં તે પ્રક્રિયા એટલી જ મુશ્કેલ છે.
પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે વીજળીની ઊર્જાને કોઇ પ્રકારે હાઇડ્રોજનમાં બદલી શકીએ તો પ્રક્રિયા સરળ બની જશે કે પછી ઇન્ડક્ટરની જેમ તેવા ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે જે દૂરથી જ વીજળીની ઊર્જાને એક જગ્યાએ જમા કરી શકે. કે પછી ઘણી વીજળીઓની ઊર્જાને એક જગ્યાએ જમા કરવામાં આવે અને બાદમાં મેકેનિકલ ઊર્જામાં પરીવર્તીત કરવામાં આવે. આ પ્રકારના ઘણા પ્રસ્તાવ આવ્યા અને પ્રયોગ પણ થયા. પરંતુ બધા ફેઇલ થયા ગયા.
સૌથી મોટી સમસ્યા વીજળની ઊર્જા છે. તેની ક્ષમતા 300 કિલોવોટ સુધી હોઇ શકે છે, જે ઘણી વખત મિલી સેકન્ડ માટે રહે છે. આટલી શક્તિશાળી વીજળીને કોઇ એક જગ્યાએ એકત્ર કરવી લગભગ અશક્ય છે. હાલ તૈયાર કોઇ પણ બેટરી આટલી ઊર્જાને સહન કરી શકતી નથી. તે ધીમે-ધીમે ચાર્જ થાય છે અને એટલી ઊર્જા નાખવા પર ભીષણ દુર્ઘટના બની શકે છે.
આકાશી વીજળી આમ તો ખૂબ શક્તિશાળી હોય છે પરંતુ જમીન પર પહોંચવા સુધી તેની ઊર્જા ઘણી ઓછી થઇ જાય છે, તે પણ એક સમસ્યા છે. આ વિશે લાઇટનિંગ રિસર્ચમાં લેબોરેટરીના કો-ડાયરેક્ટર માર્ટિન ઉમાને ન્યૂયોર્ક ટાઇમ્સ સાથે એક ઇન્ટરવ્યૂમાં વિસ્તારપૂર્વક વાત કરી હતી. માર્ટિન અનુસાર આમ તો એક વીજળીમાં એક એટમ બોમ્બ જેટલી તાકાત હોય છે પરંતુ તેનાથી ઊર્જા બનાવવાની યોજના લગભગ બેકાર છે, કારણ કે એક વારમાં આટલી ઊર્જાને