આજકાલ ઘણા લોકોમાં પૃથ્વીથી બહાર (out of earth) અંતરિક્ષમાં (space) જવાની લાઇન લાગી છે. આપણામાંથી પણ ઘણા લોકોને પણ એવી ઇચ્છા હોય છે કે કોઇ બીજા ગ્રહમાં રહેણાંક સ્થિતિ (Residence on another planet) કેવી હશે તે જાણવું કે પછી અંતરિક્ષ યાત્રા કરવી. અંતરિક્ષ યાત્રા આજકાલ એક શોખ બની રહ્યો છે કે પછી કહીએ કે નજીકના ભવિષ્યમાં દરેક વ્યક્તિ અંતરિક્ષની સફરે જઇ શકશે તો નવાઇ નહીં. પરંતુ હાલ નાસા એક એવો અવસર આપી રહ્યું છે જેના વિશે કદાચ તમે કલ્પના પણ નહીં કરી હોય. અમેરિકન અંતરીક્ષ એજન્સી નાસા(NASA)એ મંગળ ગ્રહ (Mars) જેવા જગ્યા પર એક વર્ષ સુધી રહેવા માટે ચાર લોકોની અરજીઓ મંગાવી છે. તેના દ્વારા નાસા મંગળ ગ્રહ પર અંતરિક્ષ યાત્રીઓને તેમના મિશન સાથે જોડાયેલ પડકારોનો સામનો કરવા માટે તૈયાર કરવા ઇચ્છે છે.