નવી દિલ્હી. ભારતના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)નું અત્યંત ઘાતક 'ડેલ્ટા' વેરિએન્ટ (Corona Delta Variant) હવે બદલાઈને 'ડેલ્ટા પ્લસ' (Delta Plus) અથવા 'એવાય.1' (AY.1) થઇ ગયું છે, પરંતુ ભારત (India)માં અત્યારે ચિંતા કરવાની કોઈ વાત નથી. કારણ કે દેશમાં હજી તેના ઘણા ઓછા કેસ છે. 'ડેલ્ટા પ્લસ' વેરિઅન્ટ એ ડેલ્ટા અથવા 'બી 1.617.2' વેરિઅન્ટમાં બદલાતા બન્યો છે, જેની ઓળખ ભારતમાં પ્રથમ વાર કરાઈ હતી અને આ જ વેરિએન્ટ મહામારીની બીજી લહેર માટે જવાબદાર હતો. (પ્રતીકાત્મક તસવીર)
દિલ્હી સ્થિત સીએ એસઆઇઆર- ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટીવ બાયોલોજી(આઈજીઆઈબી) ના સાયન્ટિસ્ટ વિનોદ સ્કારિયાએ રવિવારે ટ્વિટ કર્યું હતું કે, "K417N મ્યુટેશનના કારણે B1.617.2 પ્રકાર બન્યું છે, જેને AY.1 તરીકે પણ ઓળખવામાં આવે છે." તેમણે કહ્યું કે આ પરિવર્તન સાર્સ-કોવ-2 ના સ્પાઇક પ્રોટીનમાં થયું છે, જે વાયરસને માનવ કોષોમાં ચેપ લગાડવામાં મદદ કરે છે. સ્કારિયાએ ટ્વિટર પર લખ્યું, 'K417N થી ઉદભવેલો પ્રકાર ભારતમાં હજી વધારે પ્રમાણમાં નથી. આ સિક્વન્સ મોટે ભાગે યુરોપ, એશિયા અને અમેરિકાથી આવ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)
'એન્ટિબોડી કોકટેલ'ના ઉપયોગને ઝટકો- સ્કારિયાએ એમ પણ કહ્યું હતું કે મ્યુટેશન વાયરસ સામે ઇમ્યુનીટી સાથે પણ સંબંધિત હોઈ શકે છે. રોગપ્રતિકારક નિષ્ણાંત વિનિતા બાલે જણાવ્યું હતું કે નવા પ્રકારના વાયરસને કારણે 'એન્ટિબોડી કોકટેલ'ના ઉપયોગને ઝાટકો લાગ્યો છે, પરંતુ તેનો અર્થ એ નથી કે વાયરસ વધુ ચેપી છે અથવા તે રોગને વધુ ઘાતક બનાવશે. (પ્રતીકાત્મક તસવીર)
સીએસઆઈઆર-આઈજીઆઈબીના ડિરેક્ટર અગ્રવાલે કહ્યું, 'ભારતમાં હાલમાં આ પ્રકારના વાયરસની ચિંતા કરવાની કોઈ વાત નથી.' તેમણે જણાવ્યું હતું કે રસીના બંને ડોઝ લઇ ચૂકેલા લોકોના બ્લડ પ્લાઝ્માથી વાયરસના આ પ્રકારનું પરીક્ષણ કરવામાં આવશે. જેનાથી જાણવા મળશે કે આ રોગ રોગપ્રતિકારક શક્તિને માત આપવામાં સક્ષમ છે કે નહીં. (પ્રતીકાત્મક તસવીર)