Home » photogallery » explained » Chandra Shekhar Azad Death Anniversary: ‘આઝાદ’ અને ‘અમર’ ચંદ્રશેખરને કઈ ઘટનાએ લોકપ્રિય બનાવ્યા?

Chandra Shekhar Azad Death Anniversary: ‘આઝાદ’ અને ‘અમર’ ચંદ્રશેખરને કઈ ઘટનાએ લોકપ્રિય બનાવ્યા?

Chandra Shekhar Azad Death Anniversary: ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં ચંદ્રશેખર આઝાદ એક અત્યંત સન્માનીય નામ છે. તેઓ એ મહાન ક્રાંતિકારી હતા જેમણે અંગ્રેજોના હાથમાં આવવાને બદલે તેમણે પોતાને ગોળી મારવાનું પસંદ કર્યું હતું.

  • 17

    Chandra Shekhar Azad Death Anniversary: ‘આઝાદ’ અને ‘અમર’ ચંદ્રશેખરને કઈ ઘટનાએ લોકપ્રિય બનાવ્યા?

    એક વ્યક્તિ જે ભારતીય સ્વતંત્રતા સંગ્રામ (Indian Freedom Movement)માં કાકોરી ઘટનામાં રામ પ્રસાદ બિસ્મિલ, ભગત સિંહ જેવા ક્રાંતિકારીઓનો સાથી હતો. તેમણે સાંડર્સ હત્યાકાંડમાં ભગત સિંહનો સાથ આપ્યો હતો. તેઓ ક્યારેય અંગ્રેજોના હાથમાં ન આવ્યા અને અંગ્રેજોના હાથમાં આવવાને બદલે તેમણે પોતાને ગોળી મારવાનું પસંદ કર્યું હતું. આખરે આ મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ (Chandra Shekhar Azad)માં એવું તો શું હતું જે આપણને આકર્ષિત કરે છે. તેઓ આટલા લોકપ્રિય ક્રાંતિકારી શા માટે હતા. આજે 27 ફેબ્રુઆરીએ તેમની પુણ્યતિથિ (Chandra Shekhar Azad Death Anniversary) પર આપણે એ જ જાણવાનો પ્રયત્ન કરશું. (Image- Wikimedia Commons)

    MORE
    GALLERIES

  • 27

    Chandra Shekhar Azad Death Anniversary: ‘આઝાદ’ અને ‘અમર’ ચંદ્રશેખરને કઈ ઘટનાએ લોકપ્રિય બનાવ્યા?

    ચંદ્રશેખર આઝાદનો જન્મ 23 જુલાઈ 1906ના રોજ હાલના મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાબરા ગામમાં થયો હતો. બાળપણમાં આદિવાસીઓ વચ્ચે રહીને આઝાદે તીરકામઠું ચલાવતા શીખ્યું અને નિશાનેબાજીમાં નિપુણ બન્યા. ગાંધીજી (Mahatma Gandhi)થી પ્રભાવિત થઈને આઝાદ તેમના અસહકાર આંદોલન (Non Cooperation Movement)માં કૂદી પડ્યા અને 15 વર્ષની વયે તેમની ધરપકડ બાદ જજને આપેલા જવાબોએ તેમને લોકપ્રિય બનાવ્યા. (Image- Wikimedia Commons)

    MORE
    GALLERIES

  • 37

    Chandra Shekhar Azad Death Anniversary: ‘આઝાદ’ અને ‘અમર’ ચંદ્રશેખરને કઈ ઘટનાએ લોકપ્રિય બનાવ્યા?

    ધરપકડ બાદ જ્યારે કિશોર ચંદ્રશેખરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે તેમણે પોતાનું નામ આઝાદ, પિતાનું નામ સ્વતંત્રતા, ઘરનું સરનામું જેલ જણાવ્યું. આનાથી ગુસ્સે થઈને જજે તેમને 15 કોરડા મારવાની સજા સંભળાવી. દરેક ચાબુક પર તેઓ વંદે માતરમ અને મહાત્મા ગાંધી કી જય, ભારત માતા કી જયના નારા લગાવતા રહ્યા. આ ઘટનાનો ઉલ્લેખ ખુદ જવાહરલાલ નેહરુ (Jawaharlal Nehru)એ કર્યો છે. ત્યારથી તેમના નામ સાથે આઝાદ જોડાઈ ગયું. (Image- Wikimedia Commons)

    MORE
    GALLERIES

  • 47

    Chandra Shekhar Azad Death Anniversary: ‘આઝાદ’ અને ‘અમર’ ચંદ્રશેખરને કઈ ઘટનાએ લોકપ્રિય બનાવ્યા?

    ટૂંક સમયમાં જ આઝાદ ક્રાંતિકારીઓના સાથી બનીને હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશનમાં જોડાયા. બિસ્મિલના નેતૃત્વમાં આઝાદ એક સાહસી, આક્રમક અંદાજવાળા, ચતુર, બહાદુર ક્રાંતિકારી સાબિત થયા. આઝાદે થોડા સમય માટે ઝાંસીને પણ પોતાનો ગઢ બનાવ્યો હતો, જ્યાં તેઓ ઓરછા નજીકના જંગલમાં પોતાના સાથીઓને નિશાનબાજીનું પ્રશિક્ષણ આપતા હતા. અને આ સમય દરમિયાન તેઓ પંડિત હરિશંકર બ્રહ્મચારીના ઉપનામથી શિક્ષણ કાર્ય પણ કરતા હતા. (Image- Wikimedia Commons)

    MORE
    GALLERIES

  • 57

    Chandra Shekhar Azad Death Anniversary: ‘આઝાદ’ અને ‘અમર’ ચંદ્રશેખરને કઈ ઘટનાએ લોકપ્રિય બનાવ્યા?

    ક્રાંતિકારીઓના લક્ષ્યો હાંસલ કરવા માટે ઘણા ધનની જરૂર હતી, તેથી બિસ્મિલે અન્ય ક્રાંતિકારીઓ સાથે મળીને 9 ઓગસ્ટ 1925ના રોજ કાકોરીમાં ચાલતી ટ્રેનને રોકીને બ્રિટિશ ખજાનો લૂંટવાની યોજના બનાવી. કાકોરી સ્ટેશન પર થયેલી લૂંટથી અંગ્રેજ શાસન હચમચી ગયું હતું. કાકોરી કાંડના તમામ આરોપીઓની એક પછી એક ધરપકડ કરવામાં આવી હતી પરંતુ આઝાદ દર વખતે પોલીસને ચકમો આપવામાં સંપૂર્ણ રીતે સફળ થતા રહ્યા. (Image- Wikimedia Commons)

    MORE
    GALLERIES

  • 67

    Chandra Shekhar Azad Death Anniversary: ‘આઝાદ’ અને ‘અમર’ ચંદ્રશેખરને કઈ ઘટનાએ લોકપ્રિય બનાવ્યા?

    આઝાદ એક કુશળ નિશાનેબાજ હોવાની સાથે એક મહાન યોજનાકાર અને કુશળ સંગઠનકર્તા પણ હતા. તેઓ સ્વતંત્રતા માટે લડનારાઓ (Freedom Fighters) સાથે સંપર્ક કરવાનું પણ ચૂકતા ન હતા. ગાંધીજી અને લાલા લજપત રાયથી તો આઝાદ પ્રભાવિત હતા જ, પરંતુ તેમના પ્રશંસકોમાં પંડિત મોતીલાલ નેહરુ, પુરુષોત્તમદાસ ટંડન જેવા મોટા નામો પણ સામેલ હતા. તેઓ મોતીલાલ નેહરુના ખાસ પ્રિય હતા અને તેઓ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે આઝાદને ફંડ પણ આપતા હતા. એ જ રીતે બુંદેલખંડના કેસરી દીવાન શત્રુઘ્ન સિંહે પણ આઝાદને ઘણી મદદ કરી હતી. (Image- Wikimedia Commons)

    MORE
    GALLERIES

  • 77

    Chandra Shekhar Azad Death Anniversary: ‘આઝાદ’ અને ‘અમર’ ચંદ્રશેખરને કઈ ઘટનાએ લોકપ્રિય બનાવ્યા?

    આઝાદનું વ્યક્તિત્વ તેમના નામ પ્રમાણે હંમેશા આઝાદ રહ્યું, તેમની વિચારસરણી પણ ખૂબ આઝાદ હતી, તેઓ પોતાના સિદ્ધાંતો પર અડગ અને સમર્પિત રહ્યા. તેમણે સંકલ્પ કર્યો હતો કે તેઓ ક્યારેય અંગ્રેજોના હાથમાં નહીં આવે અને તેમને ફાંસી લગાવવાની તક અંગ્રેજોને ક્યારેય નહીં મળે. આઝાદે પોતાનું આ વચન સંપૂર્ણપણે નિભાવ્યું. 27 ફેબ્રુઆરી 1931ના રોજ મુઠભેડ દરમિયાન આઝાદે અંગ્રેજોના હાથમાં આવવાને બદલે પોતાને ગોળી મારવાનું પસંદ કર્યું. અંગ્રેજોએ ચૂપચાપ તેમના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હતા, પરંતુ તેમની અસ્થિ યાત્રામાં મોટી સંખ્યામાં ચાહકો સામેલ થયા હતા. (Image- Wikimedia Commons)

    MORE
    GALLERIES