5 women of Afghanistan historyઅફઘાનિસ્તાનમાં 20ના દાયકાથી અંગ્રેજોથી આઝાદી (20 Decades of Afghanistan freedom) બાદથી મહિલાઓની સ્વતંત્રતા અને સમાનતાના આંદોલન (Women's liberation and equality movement in Afghanistan) શરૂ થવા લાગ્યા હતા. મહિલાઓએ (Afghanistan women) ત્યાં સૌથી પહેલા પોતાના અધિકારોની લડાઇ લડી હતી. તાલિબાનનું (Afghanistan taliban) વલણ એકદમ મહિલા વિરોધી લાગે છે, જે મહિલાઓને ઘરની ચાર દિવાલોમાં સીમિત રાખવા માંગે છે અને તેમની આઝાદીને ખતમ કરવાનો વિચાર રાખે છે. તો આવો જાણીએ અફઘાનિસ્તાનના ઇતિહાસની તે પાંચ મહિલાઓ (5 women of Afghanistan history) વિશે, જેમણે મહિલાઓ 5 Brave women of Afghanistan માટે મોટા કામ કર્યા. ત્યાં સુધી કે તાલિબાનના રાજમાં તેમની સામે મુકાબલો કર્યો.
તુર્કલારની ગવાર્શદ બેગમ
ગવાર્શદ બેગમ 1370-1507માં તિરૂરિદ વંશના શાસન દરમિયાન એક જાણીતી હસ્તી બની હતી. તે 15મી સદીમાં હતી. તેમના લગ્ન શાસક શાહરૂખ તિમૂરિદ સાથે થયા હતા. તે એક રાણી હતા, પરંતુ પહેલી વખત અફઘાનિસ્તાનાં મહિલાઓના હક માટે અવાજ તેમણે જ ઉઠાવ્યો હતો. તે મંત્રી પણ બની અને અફઘાનિસ્તાનાં કલા અને સંસ્કૃતિને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.
તે કલાકારો અને કવિઓને આગળ વધારતી હતી. તેમના જમાનામાં ઘણી મહિલા કવિઓને સામે આવવાનો અવસર મળ્યો. ત્યારે તિમૂરિદ વંશની રાજધાની હેરાત હતી. જે તેમની આગેવાનીમાં કલાનું મોટું કેન્દ્ર બન્યું. સ્થાપત્ય અને કલાનો વિકાસ થયો. જે હજુ પણ અફઘાનિસ્તાનના અમુક વિસ્તારોમાં જીવંત છે. તેમણે ધાર્મિક સ્કૂલ, મસ્જિદો અને આધ્યાત્મિક કેન્દ્રો બનાવ્યા. ગવાર્શદ બેગમ ચતુર રાજનીતિજ્ઞ પણ હતી. પતિના નિધન બાદ તેમણે પૌત્રને ગાદી પર બેસાડી 10 વર્ષ સુધી રાજ કર્યું હતું.
રાબિયા બાલખાઈ
રાબિયા બાલખાઇ અફઘાનિસ્તાનના બાલખમાં 9મી સદીમાં રાજપરીવારમાં જન્મી હતી. તે દેશની આધુનિક પર્શિયન ભાષામાં કવિતાઓ લખનાર કવિયિત્રી હતી. તેને એટલી ખ્યાતિ મળવા લાગી કે કહેવામાં આવે છે અન્ય કવિઓ તેમના પ્રત્યે ઇર્ષ્યા કરવા લાગ્યા. તેમ પણ કહેવામાં આવે છે કે આ જ ઇર્ષ્યાના કારણે કોઇ જાણીતા પુરૂષ શાયરે તેમની હત્યા કરી દીધી હતી.
રાણી સોરાયા તારજી
રાણી સોરાયા તારજી અફઘાનિસ્તાનની સૌથી પ્રભાવશાળી રાજપરિવારની સદસ્ય હતી. તે અફઘાનિસ્તાનના રાજા અમાનુલ્લા ખાનની બીવી હતી. જેમણે 1919થી 1921 સુધી અંગ્રેજો સામે યુદ્ધ કરીને તેને આઝાદ કર્યુ હતું. જે તે સમયે અફઘાનિસ્તાનમાં પ્રોગ્રેસિવ વિચારોવાળા શાસક હતા. સોરાયા માત્ર ઉચ્ચ શિક્ષિત જ નહીં, પરંતુ તે મહિલાઓના અધિકારો અને શિક્ષણના પક્ષમાં હતી. તેમણે તે સમયમાં મહિલાઓમાં શાળાઓ શરૂ કરાવી હતી. મહિલાઓની પહેલી પત્રિકા ઇરશાદ-એ-નિશવાન શરૂ કરી. તેમનું વિઝન આજે પણ દેશની મહિલાઓને પ્રેરણા આપે છે.
નાદિયા અંજુમા
વર્ષ 1980માં હેરાતમાં જન્મેલી નાદિયા અંજુમાએ અન્ય મહિલાઓની સાથે ભૂમિગત શાળા અને સાહિત્યિક ગતિવિધિઓમાં ઝંપલાવવાનું શરૂ કર્યું. હેરાત યુનિવર્સિટીના પ્રોફેસર મોહમ્મદ અલી રાહયાબે તેમને સાહિત્યનું શિક્ષણ આપ્યું. આ તે સમય હતો જ્યારે તાલિબાને મહિલાઓના શિક્ષણ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જ્યારે તાલિબાન સમાપ્ત થયું ત્યારે નાદિયાએ હેરાત યુનિવર્સિટીમાં શિક્ષા શરૂ કરી. થોડા જ સમયમાં તે જાણીતી કવિયિત્રી તરીકે ખ્યાતિ મેળવવા લાગી. તેમની કવિતાઓનું પુસ્તક ગુલ-એ-હાઉદી પ્રકાશિત થયું. નાદિયાને ત્યારે વધુ ખ્યાતિ મળવા લાગી જ્યારે જાણવા મળ્યું કે કવિતાઓ લખવાના કારણે તેના જ પતિએ તેની હત્યા કરી નાંખી. પોતાના મૃત્યુમાં પણ નાદિયાએ મહિલાઓને આગળ વધવાની પ્રેરણા આપી. તેમની કવિતાઓના અનુવાદ પણ થઇ ચૂક્યા છે અને તેના આલ્બમ પણ બની ચૂક્યા છે.
લેફ્ટનેંટ કર્નલ મલાલાઇ કાકર
લેફ્ટિનેંટ કર્નલ મલાલાઇ કાકર કંધારમાં મહિલાઓ સાથે થતા અપરાધો સંબંધિત વિભાગની પ્રમુખ હતી. તેમણે ઘણી મહિલાઓની મદદ કરી તેમને બચાવી હતી. તે એક એવા પરીવારમાંથી હતી, જ્યાં તેના પતિ અને ભાઇઓએ પણ પોલીસ વિભાગમાં કામ કર્યુ હતું. કંધાર પોલીસ એકેડેમીથી ગ્રેજ્યુએટ થનારી પહેલા મહિલા હતી. દેશમાં ઇન્વેસ્ટીગેટર બનનાર પણ તે પહેલા મહિલા હતી. તે જેન્ડર આધારિત હિંસા પર ફોકસ કરતી હતી. 28 સપ્ટેમ્બર,2008માં તાલિબાનના ગનમેને ગોળી મારી તેમની હત્યા કરી નાખી હતી, પરંતુ તેમની બહાદૂરી અને કાયદાનું પાલન કરાવવાની પ્રવૃત્તિના કારણે અફઘાનિસ્તાનમાં મોટી સંખ્યામાં મહિલાઓએ પોલીસ અને બીજી સેવાઓમાં આવવાનું શરૂ કરી દીધું.