life beyond Earth: પૃથ્વી પર જીવનની ઉત્પતિ કઇ રીતે થઇ તેની શોધ આપણા વૈજ્ઞાનિકો માટે સૌથી મહત્વના વિષયોમાંથી એક છે. આપણા ખગોળવિદો (Astronomers) માટે સૌરમંડળ(Solar System)ની શોધ કરવી સરળ બાબત નથી. હવે દિશામાં મહત્વપૂર્ણ પગલું લેતા આપણા ખગોળવિદોએ પૃથ્વી (Earth)થી અલગ જ પ્રકારના બાહ્યગ્રહો (Exoplanet)ની ઓળખ કરી છે. આ ગ્રહ આપણા સૂર્યમંડળની બહાર જીવનની શોધને નવી દિશા આપી શકે છે. અત્યાર સુધી આકાર, ઘનતા, તાપમાન અને વાયુમંડળની સ્થિતિઓ પૃથ્વી જેવા હોય તેવા ગ્રહની શોધ ખગોળશાસ્ત્રીઓ કરતા હતા પરંતુ હવે તેઓ વધુ આશાઓ વાળી સંભાવનાઓની તપાસ કરશે.
સંશોધકોએ રહેઠાણ યોગ્ય ગ્રહોના નવા વર્ગની શોધ કરી છે. જેને તેમણે હાઇસીન ગ્રહ(Hycean)નામ આપ્યું છે. આ ગ્રહ ગરમ હોવાની સાથે મહાસાગરોથી ઢાંકેલા હોય છે. જેના વાયુમંડળમાં બહોળા પ્રમાણમાં હાઇડ્રોજન હોય છે. પૃથ્વી (Earth) જેવા ગ્રહોની તુલનામાં આવા ગ્રહોની સંખ્યા ઘણી વધુ હોય છે અને તેના અવલોકન પણ કરી શકાય છે. એસ્ટ્રોફિઝીકલ જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં સંશોધકોનું કહેવું છે કે, આગામી બેથી ત્રણ વર્ષોમાં આપાણા સોલર સિસ્ટમ (Solar System)ની બહારના ગ્રહો (Exoplanet)માં જૈવિકસંકેતોને શોધવી સંભવ બને તેવું તેમના પરીણામો દર્શાવે છે. આ અભ્યાસના મુખ્ય લેખક અને કેમ્બ્રિજના ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોનોમીના ડો. નિક્કૂ મધુસુધનનું કહેવું છે કે, આ ગ્રહોથી જીવનની શોધની સંભાવનાના નવા દરવાજાઓ ખુલશે.
શોધકર્તાઓએ ઘણા હાઇસીન(Hycean) ઓળખ્યા છે, જે પૃથ્વી (Earth)થી વધુ મોટા અને ગરમ છે, પરંતુ છતા પણ તેમાં વિશાલ મહાસાગરો હોવાની વિશેષતાઓ છે. જેમાં પૃથ્વીના મહાસાગરોમાં ઘણી જગ્યાએ હોય છે તેવું સૂક્ષ્મજીવન હોઇ શકે છે. આ ગ્રહોમાં મોટું આવાસીય ક્ષેત્ર હોય છે, જેને પૃથ્વી જેવા ગ્રહો માટે ગોલ્ડીલોક જોન (Goldilocks Zone) કહેવામાં આવે છે. 30 વર્ષ પહેલા પહેલો બાહ્યગ્રહ શોધાયા બાદ પણ શોધવામાં આવેલા હજારો ગ્રહોમાંથી મોટાભાગના પૃથ્વી અને નેપ્ચ્યૂન ગ્રહની વચ્ચેના આકારના છે. જેથી તેને સૂપર અર્થ કે મિની નેપ્ચ્યૂન કહેવામાં આવે છે. તે પથ્થરાળ અને બરફાચ્છાદિત પ્રચૂર હાઇડ્રોજન વાળા ગ્રહો હોઇ શકે છે.
મોટા ભાગના મિની નેપ્ચ્યૂનનો આકાર પૃથ્વી(Earth)થા 1.6 ગણાથી વધુ પરંતુ નેપ્ચ્યૂન (Neptune)થી ઓછો હોય છે. છતા પણ તે એટલા મોટા હોય છે કે પૃથ્વીની જેમ પથ્થરાળ આંતરિક સંરચના ધરાવતા નથી. આ સિવાય તેના હાઇડ્રોજન સમૃદ્ધ વાતાવરણમાં તાપમાન અને દબાણ પણ જીવનની અનુકૂળ હોતું નથી. પરંતુ મિની નેપ્ચ્યૂન K2-18bના અભ્યાસમાં સંશોધકોએ જાણ્યું કે અમુક મામલામાં આ ગ્રહ પર જીવન શક્ય છે. આ જ અભ્યાસના પરીણામોના આધારે ગ્રહો અને તારાઓની વિશેષતાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેનાથી ગ્રહ પરની આવી સ્થિતિઓ ક્યા જાણીતા બાહ્યગ્રહો (Exoplanet)માં હોઇ શકે છે? અને શું ત્યાં જૈવિક સંકેતોનું અવલોકન કરી શકાય છે કે નહીં? તે સહિતની બાબતો અંગે સ્પષ્ટતા મળશે. આ જ શોધથી વૈજ્ઞાનિકોએ નવી શ્રેણીના ગ્રહોની ઓળખ કરી જેને હાઇસીન કહેવામાં આવે છે. તે પૃથ્વીથી 2.6 ગણા મોટા હોઇ શકે છે અને ત્યાં તાપમાન 200 ડિગ્રી સેલ્સિયસ હોઇ શકે છે. પરંતુ મહાસાગરોમાં સૂક્ષ્મજીવન હોઇ શકે છે અથવા શક્ય બની શકે છે.
આવા આકાર ગ્રહ, બાહ્યગ્રહો(Exoplanet) સંખ્યામાં વધુ હોય છે. તેમનો સુપર અર્થ (Super Earth)ની જેમ વિગતવાર અભ્યાસ કરાયો નહીં હોય. આવા ગ્રહોમાં જીવન મળવાની સંભાવના વધુ હશે. પરંતુ કોઇ ગ્રહ માત્ર આકારથી જ હાઇસીન (Hycean) ગ્રહ નથી બનતો. આ સાથે તેના ભાર, તાપમાન અને વાતાવરણીય વિશેષતાઓને પણ ધ્યાનમાં લેવી જરૂરી છે. તેના માટે જરૂરી છે કે ગ્રહ તારાઓના વિસ્તારમાં હોય, ત્યાંના વાતાવરણમાં પરમાણુ સંકેતો હોય જેનાથી તેના વાતાવરણ વિશે જાણી શકાય અને તેમાં મહાસાગરોની ઉપસ્થિતિ જેવા લક્ષણો પણ હોવા જરૂરી છે.
ખગોળશાસ્ત્રીઓ આ સિવાય ગ્રહોમાં અમુક જૈવિકસંકેતો વિશે પણ શોધ કરશે, જેના દ્વારા ત્યાં જીવનની સંભાવના વિશે જાણી શકાય. શરૂઆતમાં તેમાં ઓક્સીજન, ઓઝોન, મીથેન ને નાઇટ્રસ ઓક્સાઇડ જેવા તત્વોની હાજરી વિશે શોધ કરવામાં આવે છે. આ સિવાય મિથાઇલ ક્લોરાઇડ અને ડાઇમિથાઇલ સલ્ફાઇડ જેવા બાયોમાર્કર્સ પણ હોઇ શકે છે. જે પૃથ્વી(Earth) પર તો ઓછી માત્રામાં છે, પરંતુ હાઇડ્રોજન સંપન્ન વાતાવરણમાં જીવનની સંભાવનાના મોટા સંકેત માનવામાં આવે છે.જેમાં ઓક્સિજન અને ઓઝોન હોતા નથી. સંશોધકોનું માનવું છે કે, પૃથ્વી પર રહેલ જૈવિક સંકેતો સિવાય પણ ઘણા જૈવ સંકેતો હોઇ શકે છે. બીજા ગ્રહોમાં પૃથ્વીથી અલગ પ્રકારની સ્થિતિઓમાં પણ જીવન શક્ય બની શકે છે.
સંશોધકોએ જાણ્યુ કે, હાઇસીન(Hycean) ગ્રહોના વાયુમંડળમાં ઘણા બાયો માર્કર સંકેતો મળી શકે છે, જેને આવનાર નજીકના ભવિષ્યમાં સ્પેક્ટ્રોસ્કોપિક અવલોકનો દ્વારા પણ ઓળખી શકાય છે. મોટો આકાર, ઊંચુ તાપમાન, હાઇડ્રોજન સમૃદ્ધ વાતાવરણના કારણ આ ગ્રહોમાં પૃથ્વી (Earth) જેવા ગ્રહોની સરખામણીએ વધુ સરળતાથી જૈવિક સંકેતો (Biosignatures) ઓળખી શકાય છે. સંશોધકોએ અમુક હાઇસીન ગ્રહોની ઓળખ કરી છે, જેનું આ વર્ષે પ્રક્ષેપિત થનાર જેમ્સ વેબ સ્પેસ ટેલીસ્કોપ દ્વારા અવલોકન કરવામાં આવશે. તેમાં K2-18bથી વધુ આશા છે.