

નોકરી કરતા લોકો માટે આ સમાચાર ખુબ મહત્વપૂર્ણ છે. કેમ કે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) અગામી અઠવાડીએ પોતાના ફંડ મેનેજરને બદલવાનો વિચાર કરી રહી છે. આને લઈ ટ્રસ્ટી અગામી અઠવાડીએ દેશની મોટી એસેટ મેનેજમેન્ટ કંપની HSBC AMC, UTI AMC અને SBI મ્યૂચ્યુઅલ ફંડ સાથે બેઠક કરી ત્રણ વર્ષ માટે તેમની નિયુક્તિ કરશે. સૂત્રોને મળેલી જાણકારી અનુસાર, EPFOની એડવાઈઝરી બોડી ફાયનાન્સ ઓડિટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કમિટીએ ત્રણ નામ HSBC, UTC અને SBI ફાઈનલ કર્યા છે. તેમની નિયુક્તિ 14 ઓક્ટોબર 2019થી ત્રણ વર્ષ માટે થશે. તમને જણાવી દઈએ કે, 21 ઓગસ્ટના રોજ EPFOના ટ્રસ્ટીઝની બેઠક થશે.


EPFOના ફંડને મેનેજ કરે છે આ 5 ફંડ હાઉસ - SBI, ICICI સિક્યોરિટીઝ પ્રાઈમરી ડીલરશિપ, રિલાયન્સ કેપિટલ, HSBC AMC અને UTI AMC મેનેજ કરે છે. જ્યારે, EPFOનું ફોકસ પૂરી રીતે સોશિયલ સિક્યોરિટી ફંડ કલેક્શન અને ડિસ્બર્સમેન્ટ પર છે.


- હાલની વ્યવસ્થા 1 એપ્રિલ 2015થી લાગૂ છે. આ હેઠળ ઈપીએફઓના ફંડનો 50 ટકા સુધી સરકારી સિક્યોરિટીમાં રોકાણ કરવામાં આવી શકે છે.


- 45 ટકા સુધીનુ રોકાણ ડેટ સિક્યોરિટીમાં કરવામાં આવી શકે છે. 15 ટકા સુધીનુ રોકાણ શેરમાં કરવામાં આવી શકે છે.