આ વર્ષે બિગ બજેટ અને સ્મોલ બજેટ બંને ફિલ્મોનો દબદબો રહ્યો. તો તમામ ફિલ્મોનું કલેક્શન પણ જોરદાર રહ્યું છે. ત્યારે આ વખતે કઇ ફિલ્મ બોક્સની બાદશાહ રહી તેનાં પર કરીએ એક નજર
2/ 11
સંજૂ- રણબીર કપૂરની ફિલ્મ 'સંજૂ' વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે. 29 જૂનનાં રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે કૂલ 335 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
विज्ञापन
3/ 11
પદ્માવત- દીપિકા પાદુકોણ, રણવીર સિંઘ અને શાહિદ કપૂરની આ ફિલ્મ વિવાદોથી ભરપૂર હતી. રિલીઝ પહેલાં વિવાદોથી ઘેરાયેલી આ ફિલ્મ અંતે 25 જાન્યુઆરીનાં રોજ રિલીઝ થઇ જ હતી. અને ફિલ્મે 282 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
4/ 11
2.0- રજનિકાંત સ્ટાર આ ફિલ્મમાં અક્ષય કુમાર વિલનનાં રોલમાં હતો. રોબોટ ફિલ્મની સિકવલ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મનાં લિસ્ટમાં ત્રીજા ક્રમે છે. 29 નવેમ્બરનાં રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે 183 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
5/ 11
રેસ-3- સલમાન ખાન, બોબી દેઓલ, અનિલ કપૂર અને શાકિબ સલીમ ફિલ્મમાં લિડ રોલમાં છે. 15 જૂનનાં રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે કૂલ 166 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
विज्ञापन
6/ 11
બાઘી-2- ટાઇગર શ્રોફ અને દિશા પટણીની આ ફિલ્મ 30 માર્ચનાં રોજ રિલીઝ થયેલી ફિલ્મે વર્ષ દરમિયાન 161 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
7/ 11
ઠગ્સ ઓફ હિન્દોસ્તાન- 8 નવેમ્બરનાં રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે ભલે દર્શકોને ખુશ નહોતા કર્યા પણ આ ફિલ્મ કમાણીનાં આંકડામાં વર્ષની ટોપ ટેન ફિલ્મોનાં લિસ્ટમાં શામેલ થઇ ગઇ છે. ફિલ્મે 138 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
8/ 11
બધાઇ હો- આયુષ્માન ખુરાના સનાયા મલ્હોત્રા, ગજરાજ રાવ અને નિના ગુપ્તાની આ ફિલ્મ વર્ષની સૌથી કોમેડી, ટોકિંગ ઇન ટાઉન અને ઘર ઘરમાં વખણાયેલી ફિલ્મ રહી. 8 નવેમ્બરનાં રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે 134 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
विज्ञापन
9/ 11
સ્ત્રી- રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ 31 ઓગષ્ટનાં રોજ રિલીઝ થઇ હતી અને ફિલ્મે કૂલ 125 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
10/ 11
રાઝી- આલિયા ભટ્ટ અને વિકી કૌશલની આ ફિલ્મ 11 મેનાં રોજ રિલીઝ થયેલી. એક અંડર કવર એજન્ટનાં રોલમાં આલિયાનાં ખુબજ વખાણ થયા હતાં. આ ફિલ્મે 122 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
11/ 11
ગોલ્ડ- અક્ષય કુમારની આ ફિલ્મ 15 ઓગષ્ટનાં રોજ રિલીઝ ફિલ્મે 102 કરોડ રૂપિયાની કમાણી કરી છે.