World Health Day 2022: બોલિવૂડ સ્ટાર્સની ફેન ફોલોઈંગ ઘણી મોટી છે. તેમની ફેશન અને સ્ટાઇલની સાથે તેનો ફિટનેસ મંત્ર (Bollywood stars fitness mantra) પણ લોકોને પ્રભાવિત કરે છે. ભાગ-દોડ ભરી જિંદગીથી આપણા સ્વાસ્થ્યને સૌથી વધુ અસર થાય છે. કેટલીકવાર આપણે બધા પોતાના માટે સમય ન કાઢી શકવાની સમસ્યાનો સામનો કરીએ છીએ તો ક્યારેક ખાવા-પીવાની ટેવ-કૂટેવ. ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને પણ તેનો સામનો કરવો પડે છે, પરંતુ કેટલાક સ્ટાર્સ એવા છે જે હંમેશા એક્સરસાઇઝ માટે સમય કાઢે છે. આજે વર્લ્ડ હેલ્થ ડેના અવસર પર તમને જણાવીએ કે, મલાઈકા અરોરાથી લઈને શિલ્પા શેટ્ટી સુધી એવા ઘણા સ્ટાર્સ છે જેઓ યોગ અને એક્સરસાઇઝનો (Bollywood stars fitness Secret) સહારો લઈને પોતાને ફિટ રાખે છે. (ફોટો ક્રેડિટ્સ: /ઇન્સ્ટાગ્રામ)
akshay kumar : સૌ પ્રથમ વાત કરીએ અક્ષય કુમારની, તો જેમના રૂટિનમાંથી દરેક વ્યક્તિએ શીખવું જોઈએ અને પોતાને ફિટ રાખવો જોઈએ. અક્ષય કુમારે પોતે ઘણી વખત કહ્યું છે કે, તે સવારે વહેલા ઉઠે છે અને દોડે છે અને પછી જોરશોરથી કસરત કરે છે. એટલા માટે 54 વર્ષની ઉંમરે પણ તે ફિટ અને સ્વસ્થ છે. (ફોટો ક્રેડિટ્સ: akshaykumar /Instagram)