Home » photogallery » મનોરંજન » સલમાન અને આમિર ખાન એકબીજા સાથે કામ કેમ નથી કરતાં? ગંદા ઝઘડા પછી 29 વર્ષથી સાથે નથી દેખાયા

સલમાન અને આમિર ખાન એકબીજા સાથે કામ કેમ નથી કરતાં? ગંદા ઝઘડા પછી 29 વર્ષથી સાથે નથી દેખાયા

Why Salman-Aamir Not Work Together Again After 'Andaz Apna Apna': ઘણા ફિલ્મ રસિયાઓને પ્રશ્ન છે કે અંદાઝ અપના અપના જેવી હિટ ફિલ્મ આપ્યા પછી પણ આમિર ખાન અને સલમાન ખાન કેમ સાથે દેખાયા નથી? તો જાણો શું હતો ઝઘડો

  • 15

    સલમાન અને આમિર ખાન એકબીજા સાથે કામ કેમ નથી કરતાં? ગંદા ઝઘડા પછી 29 વર્ષથી સાથે નથી દેખાયા

    વર્ષ 1994માં એક ફિલ્મ આવી હતી, જેનું નામ હતું 'અંદાઝ અપના અપના'. એ સામાની એક શાનદાર અને જબરદસ્ત કોમેડી ફિલ્મ હતી જે લોકોને ખૂબ ગમી હતી. એટલુ જ નહીં આ ફિલ્મમાં કામ કરતા તમામ મુખ્ય કલાકારો, સલમાન ખાન, આમિર ખાન, કરિશ્મા કપૂર અને રવિના ટંડન પોતાની કરિયરમાં પણ સફળ રહ્યા હતા. પણ આખરે પરસ્પર અણબનાવ વચ્ચે આ ફિલ્મનુ શૂટિંગ પૂર્ણ થયું હતું.

    MORE
    GALLERIES

  • 25

    સલમાન અને આમિર ખાન એકબીજા સાથે કામ કેમ નથી કરતાં? ગંદા ઝઘડા પછી 29 વર્ષથી સાથે નથી દેખાયા

    મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મ દરમિયાન સલમાન ખાન ખૂબ જ ટેન્શનમાં રહેતો હતો અને તેના કારણે તે શૂટિંગ સેટ પર કલાકો સુધી મોડો આવતો હતો. ફિલ્મના શૂટિંગ દરમિયાન સલમાનને કારણે આમિર ખાનને પણ લાંબો સમય રાહ જોવી પડતી હતી, જ્યારે આમિર પહેલેથી જ સમયનો ખૂબ જ પાબંદ હતો. સેટ પર સલમાન મોડા આવવાને કારણે આમિરને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જેના કારણે સેટ પર ટેન્શન રહેતું હતું. 

    MORE
    GALLERIES

  • 35

    સલમાન અને આમિર ખાન એકબીજા સાથે કામ કેમ નથી કરતાં? ગંદા ઝઘડા પછી 29 વર્ષથી સાથે નથી દેખાયા

    પાછળથી જાણવા મળ્યું હતું કે આ જ કારણ હતું કે ફિલ્મનું શૂટિંગ પૂરું થયા પછી આમિરે નક્કી કર્યું હતું કે તે સલમાન ખાનની સાથે ક્યારેય કામ નહીં કરે અને એવું જ થયું હતું. આ ફિલ્મ પછી સલમાન અને આમિર ક્યારેય પડદા પર એકસાથે દેખાયા નથી. બીજી તરફ ફિલ્મની લીડ એક્ટ્રેસ કરિશ્મા અને રવિના ટંડન વચ્ચે પણ અણબનાવ થઈ ગયો હતો, જેના કારણે તેઓ સેટ પર એકબીજા સાથે વાત પણ કરતા નહોતા. આમ ચારેય વચ્ચે ખાસ બનતી નહોતી. 

    MORE
    GALLERIES

  • 45

    સલમાન અને આમિર ખાન એકબીજા સાથે કામ કેમ નથી કરતાં? ગંદા ઝઘડા પછી 29 વર્ષથી સાથે નથી દેખાયા

     હિન્દુસ્તાન ટાઈમ  ન્યૂઝ સાથેની વાતચીતમાં એકવાર અભિનેત્રી રવિના ટંડને કહ્યું હતું કે, 'તે ઘણી રમુજી વાત હતી, કારણ કે જ્યારે અમે શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે અમારામાંથી કોઈ પણ એકબીજા સાથે વાત કરતા ન હતા. બધાની એકબીજા સાથે કઈ ને કઈ લડાઈ ચાલી રહી હતી. આમિર અને સલમાન એકબીજા સાથે વાત કરતા ન હતા, કરિશ્મા અને હું વાત કરતા ન હતા અને ન તો સલમાન અને ફિલ્મના ડિરેક્ટર રાજ જી એકબીજા સાથે વાત કરતાં. (ફિલ્મના દિગ્દર્શક રાજકુમાર સંતોષી) હતા. મને ખબર નથી કે આ ફિલ્મ કેવી રીતે બની. પરંતુ, તે બતાવે છે કે અમે દરેક સારા એક્ટર્સ છીએ. ઈન્ડસ્ટ્રીમાં આવું થોડું ઘણું ચાલતું હોય છે.

    MORE
    GALLERIES

  • 55

    સલમાન અને આમિર ખાન એકબીજા સાથે કામ કેમ નથી કરતાં? ગંદા ઝઘડા પછી 29 વર્ષથી સાથે નથી દેખાયા

    તમને જણાવી દઈએ કે, આમિર ખાન છેલ્લે તેની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળ્યો હતો, જેમાં તેની સાથે અભિનેત્રી કરીના કપૂર જોવા મળી હતી, જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ શકી ન હતી. બીજી તરફ, બૉલીવુડના ભાઈ તરીકે ઓળખતો સલમાન ખાન આ દિવસોમાં તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' માં વ્યસ્ત છે. આ ફિલ્મ આવતા મહિનાની 21 તારીખે રિલીઝ થવાની છે. 

    MORE
    GALLERIES