

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સબ ટીવી પર આવતાં સૌનાં પસંદીદા શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 13 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોમાં છેલ્લા થોડા સમયમાં ઘણાં ફેરફાર થયા છે. ઘણાં કેરેક્ટર બદલાયા છે. છતાં હજુ પણ તે દર્શકોનાં મનમાં એવું જ ખાસ સ્થાન ધરાવે છે. જી હાં થોડા સમય પહેલાં જ શોએ 3000 એપિસોડ પૂર્ણ કર્યા છે. છેલ્લા 13 વર્ષમાં શોમાં જે બદલાવ આવ્યા તેમાં ટપ્પુ, નેહા મહેતા, રોશન સિંહ સોઢી, બાવરી અને ડોક્ટર હાથી છે. તેમાં પણ જો સૌથી વધુ કોઇ કેરેક્ટર બદલાયા બાદ પણ સોનાં દિલમાં વસી ગયુ હોય તો તે ટપ્પુનું છે.


જી હાં શોમાં ટપ્પુનું કિરદાર ઘણું જ ખાસ છે. ભવ્ય ગાંધીએ આ કિરદાર નવ વર્ષ અદા કર્યું છે. તે વર્ષ 2008થી વર્ષ 2017 સુધી ટપ્પુનાં પાત્રમાં જોવા મળ્યો. અને છેલ્લા ત્રણ વર્ષથી આ કિરદાર રાજ અનડકટ અદા કરી રહ્યો છે. તે પણ દર્શકોની આંખોમાં વસી ગયો છે. લોકોના મનમાં સેટ થઇ ગયો છે. જોકે સૌને આ સવાલ થાય તે સર્વ સામાન્ય છે કે, આ શોમાં 13 વર્ષથી ટપ્પુનાં પપ્પા બનતા જેઠાલાલ એટલે કે દીલિપ જોશી માટે કયો ટપ્પુ ફેવરેઇટ છે. દીલીપ જોશીએ આ સવાલનો જવાબ પણ આપ્યો છે.


તો આ સવાલ પર જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીએ ભવ્ય ગાંધી અને રાજ અનડકટ વિશે વાત કરતા કહ્યું કે તેઓ શૉમાં ભવ્યને ઘણા મિસ કરે છે. 9 વર્ષ સુધી ભવ્ય અને તેમણે સ્ક્રીન પર પિતા અને દીકરાનો ભજવ્યો હતો. ભવ્ય સાથે એમનું સ્પેશિયલ બૉન્ડ છે. આગળ તેમણે જણાવ્યું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દરેક કલાકાર અનોખા છે. એટલે ભવ્ય અને રાજ વચ્ચે પસંદ કરવું ઘણું મુશ્કેલ છે.


દિલીપ જોશી આગળ જણાવતા કહ્યું કે ભવ્ય સાથે તેનો બહુ જૂનો સંબંધ છે. તેમણે કહ્યું કે ભવ્ય સાથે તેમની જે બૉન્ડિંગ છે તે ઘણી અનોખી છે. રાજ સાથે કામ કરવા અંગે દિલીપ જોશીએ તેમની પ્રશંસા કરતા કહ્યું કે - રાજ વાસ્તવિકમાં મહેનતુ અને અદ્ભુત અભિનેતા છે. રાજે એટલા ઓછા સમયમાં બધા સાથે સારુ બૉન્ડિંગ બનાવી લીધુ છે. સાથે જ એમણે કહ્યું કે તેઓ ભવ્યને સૌથી વધારે મિસ કરે છે.


ભવ્ય ગાંધીનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવેલી દિલીપ જોશી અને દયા શંકર પાંડે સાથેની તેની તસવીર