અભિનેત્રી આકાંક્ષા સિંહનો જન્મ 30 જુલાઈ, 1990ના રોજ રાજસ્થાનના જયપુરમાં થયો હતો. તે મુખ્યત્વે હિન્દી અને તેલુગુ અભિનેત્રી છે. તેણે ટીવી સિરિયલ (Aakanksha Singh Tv Serials) ના બોલે તુમ ના મૈને કુછ કહા (2012) થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેણે ફિલ્મ 'બદ્રીનાથ કી દુલ્હનિયા'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આમાં તેણે આલિયા ભટ્ટની મિત્રની ભૂમિકા ભજવી હતી.
આ પછી, આકાંક્ષા સિંહે 2017માં ફિલ્મ મલ્લી રાવાથી તેલુગુમાં પોતાના કરિયરની શરૂઆત કરી. આ માટે તેણીને SIIMA એવોર્ડ બેસ્ટ ફીમેલ ડેબ્યુ તેલુગુ માટે નોમિનેટ કરવામાં આવી હતી. તેની બીજી તેલુગુ ફિલ્મ 'દેવદાસ' હતી, જેમાં તે નાગાર્જુન સાથે જોવા મળી હતી. તેને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ અને વ્યાવસાયિક સફળતા મળી.