બોલિવૂડની જાણીતી ગાયિકામાંની એક સુનિધિ ચૌહાણ (Sunidhi Chauhan) આજે પોતાનો 36મો જન્મ દિવસ મનાવી રહી છે. ગાયકીની દુનિયામાં સુનિધિ ચૌહાણનું નામ અજાણ્યું નથી. સંગીતની દુનિયામાં હિન્દીની સાથે સાથે મરાઠી, કન્નડ, તેલુગૂ, તમિલ, પંજાબી, બંગાળી, આસામી, નેપાળી અને ઊર્દૂમાં ગીતો ગાઈ ચુકેલી સુનિધિએ ગાયકીમાં અનેક ઇનામો પણ મેળવ્યા છે.
દિલ્હીમાં જન્મેલી સુનિધિના પિતા થિયેટર આર્ટિસ્ટ રહી ચુક્યા છે. આ જ કારણ છે કે સુનિધિને એક્ટિંગનો ખૂબ શોખ છે. ખૂબ જ નાની ઉંમરમાં કારકિર્દી શરૂ કરનારી સુનિધિએ રિયાલિટી શોમાં ભાગ લીધો હતો. સુનિધિનું નસીબ એ વખતે ખુલી ગયું જ્યારે એક ટીવી એન્કરે તેનું ગીત સાંભળીને તેને મુંબઈ આવવાનું આમંત્રણ આપ્યું હતું.