

એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને અનુષ્કા શર્મા (Anushka Sharma) વચ્ચે કેટલો પ્રેમ છે તે તો સૌ કોઇ જાણે છે. વગર કહ્યે બંને એકબીજાની વતા સમજી જાય છે. બંનેની મુલાકાત એક એડવર્ટાઇઝમેન્ટ દરમિયાન થઇ હતી. અને પછી બંને સારા મિત્રો થઇ ગયા.


જે બાદ મિત્રતા પ્રેમમાં પરિણમી. આ જોડી હમેશાં એકબીજાની પડખે ઉભી રહે છે. કોહલી પણ અનુષ્કા શર્માની દરેક વાતનું સન્માન કરે છે. વિરાટનું માનવું છે કે અનુષ્કાનાં આવવાથી તેનું જીવન સંપૂર્ણ બદલાઇ ગયું.


આજે બંનેની વચ્ચે ખુબજ સારી કેમેસ્ટ્રી છે. પણ શું આપ જાણોછો કે, અનુષ્કા શર્માને પહેલી વખત મળતા સમયે વિરાટ ખુબજ નર્વસ હતો. તેને ખબર નહોતી કે શું કરવું.. કેવી રીતે વાત કરવી.. પોતાનાં ડરને છુપાવવામાટે તે અનુષ્કાને જૉક્સ સંભળાવવા બેસી ગયો હતો. આ વાતનો ખુલાસો ખુદ વિરાટ કોહલીએ એખ ટીવી શોમાં કર્યો છે.


ટીવી શો 'ઇન ડેપ્થ વિધ ગ્રેહમ બેનસિંગર'માં કોહલીએ પોતાની નર્વસનેસનો ખુલાસો કર્યો હતો. અને પોતાની ભૂલ સ્વીકારી હતી.


પહેલી વાતચીત અંગે પુછતા કોહલીએ કહ્યું હતું કે, તેને જે કહ્યું હતું તે કદાચ કહેવું યોગ્ય ન હતું. કોહલીએ ખુલાસો કર્યો કે તે સમયે અનુષ્કા શર્મા હીલ્સ પહેરીન સેટ પર આવી હતી, જેનાંથી અનુષ્કા તેનાં કરતાં લાંબી દેખાઇ રહી હતી.


જેનાં પર કોહલીએ કહ્યું હતું કે, તને આનાંથી ઉંચી હીલ્સ મળી નહીં. વિરાટનાં મોઢે આવી વાત સાંભળીને અનુષ્કાએ કહ્યું હતું કે ' એક્સક્યૂઝ મી' જેનાં પર કોહલીએ વાત સંભાળતા ક્હયું હતું કે તે મજાક કરી રહ્યો છે.