starscast Personal bodyguard: બોલિવૂડ સ્ટાર્સનું (Bollywood stars) મોટું ફેન ફોલોઈંગ હોય છે. આવી સ્થિતિમાં પણ તેઓ જ્યારે પણ બહાર નીકળે ત્યારે લોકોની ભીડ તેમને ઘેરી વળે છે. આ કારણે પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ સ્ટાર્સ હંમેશા પર્સનલ બોડીગાર્ડ (starscast Personal bodyguard) સાથે રાખે છે. તેઓ પોતાના બોડીગાર્ડને ખૂબ મોટી રકમ સેલેરી (bodyguard sallary) તરીકે પણ આપતા હોય છે. ત્યારે બોલિવૂડ અને ક્રિકેટની (bollwood and cricket world) દુનિયામાં પ્રખ્યાત એવા વિરુષ્કાની (Virushka) જોડીએ પણ પોતાના માટે પર્સનલ બોડીગાર્ડ રાખ્યા છે. ત્યારે તમને એક વિચાર આવે કે તેઓ આ બોડીગાર્ડને કેટલા રૂપિયા ચુકવતા હશે. તો અમે તમને જણમાવીએ કે વિરુષ્કાના બોડીગાર્ડનો (Virushka personal bodyguard salary) પગાર કેટલો છે.
અનુષ્કા શર્મા પાસે પણ પોતાનો પર્સનલ બોડીગાર્ડ છે જેનું નામ સોનુ છે. સોનુનું સાચુ નામ પ્રકાશ સિંહ છે. ક્રિકેટર વિરાટ કોહલી સાથે અનુષ્કાના લગ્ન થયા તે પહેલાનો તે અનુષ્કાની સાથે જ છે. જાણવા મળ્યા મુજબ અનુષ્કા પોતાના બોડીગાર્ડને વાર્ષિક 1.2 કરોડ રૂપિયા પગાર તરીકે આપે છે. આટલી મોટી રકમ કોઈ વિશાળ કંપનીના સીઈઓને મળતી હોય છે.
જોકે વિરૂષ્કા સોનુને તેમના પરિવારનો સદસ્ય માને છે અને અનુષ્કા દર વર્ષે સોનુનો જન્મ દિવસ ઉજવે છે. 2018માં અનુષ્કાએ ફિલ્મ જીરોના સેટ્સ પર પોતાના બોડીગાર્ડ સોનુનો જન્મ દિવસ ઉજવ્યો હતો. જાહેર જગ્યાઓએ સોનુ અનુષ્કા ઉપરાંત વિરાટને પણ સુરક્ષા આપે છે. જોકે વિરાટ પાસે પોતાની આગવી સિક્યોરિટી ટીમ છે જ પરંતુ તે સોનુ પર પણ વિશ્વાસ ધરાવે છે.