

એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનાં લગ્નને ત્રણ વર્ષ થઇ ગયા. 11 ડિસેમ્બર 2017નાં તેનાં લગ્ન ઇટાલીમાં લગ્ન કર્યા હતાં. વિરાટ કોહલીએ લગ્નની વર્ષગાંઠ સમયે તેનાં સોશિયલ મીડિયા પેજ પર સુંદર શેર કરી છે.


અનુષ્કા શર્માએ પણ વિરાટ કોહલી સાથેની એક તસવીર શેર કરી ને લખ્યુ છે કે, 'આપણાં ત્રણ વર્ષ અને જલ્દી જ આપણે ત્રણ થઇશું. મિસ યુ....'


આ લગ્ન બાદ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનાં વેડિંગ આઉટફિટ ખુબજ વખણાયા હતાં. તેમનો લૂક ખુબજ પસંદ આવ્યો હતો. ઘણા બધા કપલ્સ આ લૂક કોપી કરતાં હતાં.


11 ડિસેમ્બર 2017નાં બોલિવૂડ અને ક્રિકેટનાં દિગ્ગજ અનુષ્કા અને વિરાટે સૌનાંથી છુપાવીને ગુપ્ત રીતે લગ્ન કરી લીધા. આ લગ્ન તેમણે ઇટાલીમાં કર્યા હતાં. જે તે વર્ષનાં સૌથી ચર્ચિત લગ્નમાંથી એક હતાં. બંનેનાં લગ્નમાં નિકટનાં લોકો અને મિત્રો જ હાજર હતાં જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ હતી.