

ચીનના વૂહાનથી શરૂ થયેલા કોરોના વાયરસ (Coronavirus)ના લહેર ભલ ભલા લોકોને હાલ ઘરમાં પુરાઇ રહેવા માટે મજબૂર કરી દીધા છે. અનેક જાણીતા સેલેબ્રિટી અને રાજનેતાઓ પણ કોરોના વાયરસના ખતરાની ગંભીરતા સમજીને ઘરમાં બેસી ગયા છે. વળી ભારતમાં કોરોના વાયરસના કારણે 21 દિવસનો લોકડાઉન સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તેવા સમયે લોકો જીવન જરૂરીયાતની વસ્તુઓ ખરીદવા માટે બહાર નીકળી રહ્યા પણ સાવચેતી સાથે તે આમ કરી રહ્યા છે. વળી અનેક જાણીતા સેલેબ્રિટીએ પણ પોતાના કામદારોને રજા આપી દીધી છે. અને ઘરના તમામ કામ જાતે કરી રહ્યા છે. ત્યારે આ સમયે બંગાળી અભિનેત્રી અને TMC સાંસદ તેવી નુસરત જહાં (Nusrat jahan) પણ શાકભાજી લેવા ઘરની બહાર નીકળી હતી. અને શાક માર્કેટમાં શાક લેતી નજરે પડી હતી.


નુસરત જહાંની આ શાકભાજી ખરીદતી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. નૂસરત બ્લેક પેન્ટ, બ્લેડ ટોપ અને વાઇટ જેકેટ પહેરીને શાક ખરીદવા માટે નીકળી હતી. વધુમાં તેણે કોરોના વાયરસથી બચવા માટે હાથમાં વ્હાઇટ ગ્લવ અને મોં પર માસ્ક પહેર્યો હતો. અને તે શાક વાળા જોડે શાક માંગતી નજરે પડી હતી.


નૂસરત હાલમાં જ કોરોના વાયરસથી બચાવ માટે લોકોને જાગૃત કરવા માટે ઘરની બહારપ નીકળી હતી. તે કોઇ સામાન્ય વ્યક્તિની જેમ ઘરની જરૂરીયાતનો સામન લેવા પહોંચી હતી. તે કોલકત્તાના વાર્ડ નંબર 82માં આવેલી ચેતલા માર્કેટ પહોંચી હતી. જે તેના ઘરની પાસે જ છે.


અહીં તેણે શાક, ફળ, ઇંડાની ખરીદી કરી હતી. નુસરતે બીજા લોકોથી દૂરી પણ બનાવી રાખી હતી. અને આ અંગે તેણે આસપાસના લોકોને પણ જાણકારી આપી જાગૃત કર્યા હતા. તેણે લોકોને માર્કેટમાં સર્કલ બનાવીને ઊભા રહેવાની વાત કરી હતી. વળી માર્કેટ તમામ વસ્તુઓ મળી રહી છે કે કેમ તેની પણ જાત તપાસ કરી હતી.