Home » photogallery » મનોરંજન » સુશાંતનાં MLA ભાઇને આવ્યો હાર્ટ એટેક, પટનાથી દિલ્હીની હોસ્પિટલમાં ખસેડ્યાં

સુશાંતનાં MLA ભાઇને આવ્યો હાર્ટ એટેક, પટનાથી દિલ્હીની હોસ્પિટલમાં ખસેડ્યાં

નીરજનાં ટ્વિટર અકાઉન્ટથી પણ તેમનાં હેલ્થ અંગે અપડેટ આવી રહી છે. સુશાંતની બહેન શ્વેતાએ પણ ટ્વિટ કરીને નીરજ કુમારનાં હાર્ટ એટેક અંગે માહિતી આપી છે

विज्ञापन

  • 14

    સુશાંતનાં MLA ભાઇને આવ્યો હાર્ટ એટેક, પટનાથી દિલ્હીની હોસ્પિટલમાં ખસેડ્યાં

    મુંબઇ: બોલિવૂડનાં દિવગંત એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં કાકાનાં દીકરા અને MLA નીરજ કુમાર સિંહ બબલૂ (Neeraj Kumar Singh Babloo)ને અચાનક હાર્ટ એટેક આવ્યાં બાદ પરિવારની ચિંતાઓ વધી ગઇ છે. હાર્ટ એટેક આવવાથી તેમને પટના સ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું ઇલાજ કરવાામાં આવ્યો, જે બાદ તેમની પરિસ્થિતિ જોઇને તેમને દિલ્હી રિફર કરવામાં આવ્યાં હતાં. સુશાંતનાં ભાઇને હાર્ટ એટેક ત્યારે આવ્યો જ્યારે તેો ચુંટણી પ્રચાર માટે નીકળ્યા હતાં. અચાનક તેમનાં છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેમની તબિયત ખરાબ થઇ હતી. સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિનાં ફેન્સે બબલૂ ભૈયા માટે દુઆઓ માંગી હતી.

    MORE
    GALLERIES

  • 24

    સુશાંતનાં MLA ભાઇને આવ્યો હાર્ટ એટેક, પટનાથી દિલ્હીની હોસ્પિટલમાં ખસેડ્યાં

    સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં ભાઇ નીરજ બિહારનાં સુપૌલ જિલ્લાનાં છાતાપુર વિધાનસભા સીટથી ભાજપનાં MLA છે. કહેવાય છે કે, તે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમનાં મત ક્ષેત્ર માધોપુરમાં નીકળ્યા હતાં. ત્યારે તેમને છાતીમાં દુખાવો થયો હતો. જે બાદ તેમને પટનાનાં ખાનગી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં હતાં. તેમની તબિયતમાં સુધારો ન આવતા ડોક્ટરે તેમને દિલ્હી લઇ જવા કહ્યું હતું.

    MORE
    GALLERIES

  • 34

    સુશાંતનાં MLA ભાઇને આવ્યો હાર્ટ એટેક, પટનાથી દિલ્હીની હોસ્પિટલમાં ખસેડ્યાં

    શ્વેતા સિંહ કિર્તીનાં એકમાત્ર ભાઇનાં નિધન બાદ હવે કાકાનાં દીકરા નીરજની તબિયત બગડ્યાની ખબર સાંભળીને સુશાંતનો પરિવાર ખુબજ પરેશાન છે. સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ ફેન્સને કહ્યું કે,'બબલૂ ભૈયા માટે દુઆઓ કરો, હાલમાં તે દિલ્હીની હોસ્પિટલમાં છે.'

    MORE
    GALLERIES

  • 44

    સુશાંતનાં MLA ભાઇને આવ્યો હાર્ટ એટેક, પટનાથી દિલ્હીની હોસ્પિટલમાં ખસેડ્યાં

    નીરજનાં ટ્વિટર અકાઉન્ટ પરથી પણ તેમની તબિયત અંગે અપડેટ આવી રહી છે. તેમની તબિયત સુધારા પર છે. ટ્વિટ મુજબ, 'અમે બધા સરનાં જલ્દી સ્વસ્થ હોવાની કામના કરીએ છીએ હાલમાં સરનું સ્વાસ્થ્ય સુધારા પર છે. હાલમાં સર દિલ્હીમાં છે, અને ડોક્ટરની સલાહ અનુસાર તેમનું ચેકઅપ થઇ રહ્યું છે. અમે બધા જ પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે સર જલદી સ્વસ્થ થઇ જાય.'

    MORE
    GALLERIES