

ટીવી સીરિયલ મેરે ડેડ કી દુલ્હન અને હમ તુમ તથા દેમ વેબ સીરીઝમાં ધમાક મચાવનાર અભિનેત્રી શ્વેતા તિવારી (Shweta Tiwari) ફરી એક વાર સોશિયલ મીડિયામાં છવાઇ ચૂકી છે. તેમની આ તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે. અને પીળા ડ્રેસમાં શ્વેતા તિવારી ખરેખરમાં સુંદર લાગી રહી છે.


સામાન્ય રીતે પોતાના લગ્નજીવનને લઇને ચર્ચામાં રહેનારી શ્વેતા તિવાર હાલ કામથી સમય નીકાળીને પોતાના ભાઇના લગ્નની રશ્મો પરિવાર સાથે માણી રહી છે. જ્યાં 39 વર્ષની શ્વેતાની સુંદરતા બધા જ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા


ભાઇની હલ્દી સેરેમનીમાં શ્વેતા તિવારીએ પીળા રંગની લહેંગો પહેર્યો હતો અને સાથે જ મોટા ઇયરિંગ્સ પહેર્યા હતા. વળી તેમની સાથે તેમની દીકરી પલક તિવારી પણ નજરે પડે છે. જે પણ મમ્મીની જેમ જ પીળા રંગના મેચિંગ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગે છે.


શ્વેતા તિવારીના બંને બાળકો પલક તિવારી અને પુત્ર રેયાંશ કોહલી આ ફોટોમાં નજરે પડી રહ્યા છે. અને શ્વેતાના પરિવાર સાથે આ તસવીરો ખરેખરમાં સરસ લાગી રહી છે. જેમાં આખો પરિવાર ખુશ છે.


વધુ એક ફોટોમાં શ્વેતા અને તેની ભાભી નિધાન તિવારીને ગાલ પર કિસ કરી રહ્યા છે. આ ફોટો શેયર કરતા શ્વેતાએ લખ્યું છે પરિવાર.