સુશાંત સિંહનાં B'Day પર ભાવૂક થયા ફેન્સ, સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું #SSRBIRTHDAY
સુશાંત સિંહ રાજૂપતનું શવ 14 જૂન 2020નાં બાન્દ્રા સ્થિત તેમનાં ઘમાં મળ્યું હતું. તેનું નિધન કેવી રીતે થયું તેની તપાસ હજુ સુધી ચાલુ છે. સુશાંતનાં મોત બાદ તેનાં પિતા કેકે સિંહે પટનામાં એક્ટ્રેસ રિયા ચક્રવર્તી વિરુદ્ધ તેમનાં દીકરાને આત્મહત્યા માટે ઉક્સાવવાનો આરોપ લગાવતા FIR દાખલ કરી હતી.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નોઆજે જન્મ દિવસ છે. સુશાંતનો જન્મ આજનાં જ દિવસે 1986માં પટના (Patna)માં થયો હતો. આજે જો તે આ દુનીયામાં હોય તો તે તેનાં મિત્રો અને પરિવારની સાથે તેનો 35મો જન્મ દિવસ ઉજવી રહ્યો હતો. પણ 4 બહેનોનાં એકમાત્ર ભાઇએ 14 જૂન, 2020નાં આ દુનીયાને હમેશાં માટે અલવિદા કહી દીધુ. કોઇએ વિચાર્યું ન હતું કે, ટીવીનો આ સીતારો બોલિવૂડમાં લોકોનું દિલ જીત્યા બાદ સુશાંત અચાનક આ દુનિયાને અલવિદા કહી દેશે. સુશાંત આજે આ સંસારમાં નતી પણ, ફેન્સની યાદોમાં તે આજે પણ જીવે છે. સુશાંતનાં જન્મ દિવસ પર ફેન્સ તેને યાદ કીરને ભાવૂક થયા છે. અને ટ્વિટર પર #SushantDay અને #SSRBIRATHDAY ટ્રેન્ડ થઇ રહી છે.


સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)તેનાં ફેન્સ યાદ કરી રહ્યાં છે. થોડી તેની જુની તસવીરો અને વીડિયો શેર કરતાં ફેન્સ તેને પરત આવવાની વાત કરી રહ્યાં છે. તો કેટલાંક એવાં પણ છે જે એમ કહી રહ્યાં છે કે, નાનકડી ઉંમરમાં તેણે લોકોને જીવતા શીખવી દીધુ સોશિયલ મીડિયા પર આ પ્રકારનાં રિએક્શન આવી રહ્યાં છે. સુશાંતનાં ફેન્સ સતત તેને યાદ કરી પોસ્ટ કરી છે.


આપને જણાવી દઇએ કે, સુશાંત સિંહ રાજૂપતનું શવ 14 જૂન 2020નાં બાન્દ્રા સ્થિત તેમનાં ઘમાં મળ્યું હતું. તેનું નિધન કેવી રીતે થયું તેની તપાસ હજુ સુધી ચાલુ છે. સુશાંતનાં મોત બાદ તેનાં પિતા કેકે સિંહે પટનામાં એક્ટ્રેસ રિયા ચક્રવર્તી વિરુદ્ધ તેમનાં દીકરાને આત્મહત્યા માટે ઉક્સાવવાનો આરોપ લગાવતા FIR દાખલ કરી હતી. જે બાદ રિયા ચક્રવર્તીથી CBI, ED અને NCBએ લાંબી પૂછપરછ કરી હતી.


આ મામલે ડ્રગ્સ એંગલ સામે આવ્યો હતો જે બાદ રિયા ચક્રવર્તી અને તેનાં ભાઇ શૌવિક ચક્રવર્તીની NCBએ ધરપકડ કરી હતી. આશરે એક મહિના બાદ બંનેને જેલમાંથી જામીન મળ્યા છે.