Vicky Kaushal Katrina Kaif wedding : વિકી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કૈફે (Katrina Kaif) ધામધૂમથી લગ્ન (Marriage) કર્યા. જો કે, દંપતીએ તેમના લગ્નને લઈને ઘણી ગોપનીયતા જાળવી રાખી હતી. લગ્ન પછી, કપલે પોતપોતાના સોશિયલ મીડિયા (Social Media) એકાઉન્ટ્સ પરથી ઘણી તસવીરો (Photo) શેર કરી છે, જેમાં કેટરીના લાલ (Red) લહેંગામાં અને વિકી સફેદ (White) શેરવાનીમાં જોઈ શકાય છે. અહીં અમે તમને તેમના લગ્ન સાથે જોડાયેલી 10 મોટી અંદરની માહિતી આપી રહ્યા છીએ.
વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્નની તસવીરો સામે આવ્યા બાદ તેમના આઉટફિટએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. કેટરિના ઘણા બધા હેવી જ્વેલરી સાથે હતી. જ્યારે વિકીએ સફેદ રંગની શેરવાની પહેરી હતી. આમાં તે એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો. આ તસવીરો દ્વારા અમે તમને કેટરિના-વિકી કૌશલની 10 આંતરિક માહિતી આપી રહ્યાં છીએ.
વિકી કૌશલે તેની સગાઈમાં કેટરીના કૈફને હીરા-નીલમની વીંટી પહેરાવી હતી. કેટરિનાની એન્ગેજમેન્ટ રિંગમાં એક મોટું નીલમ છે અને તેની ચારે બાજુ હીરા જડેલા છે. તેણીની લગ્નની વીંટી 'Tiffany & Co' છે, જે એક લંબચોરસ આકારની છે. આ સુંદર વીંટી ની કિંમત 9800 USD એટલે કે ભારતીય ચલણ પ્રમાણે લગભગ 7,40,735 રૂપિયા છે.