katrina kaif : બોલીવુડમાં હાલ ફેસ્ટિવલનો મૂડ જોવા મળી રહ્યો છે. બી-ટાઉનની હસીનાઓએ પરંપરાગત અંદાજમાં કરવા ચોથ સેલિબ્રેટ કરી. કેટલીક એક્ટ્રેસ એવી પણ હતી, જેની આ પહેલી કરવા ચોથ હતી. તેમાંથી એક છે કેટરીના કૈફ. કેટરિનાએ રીતિ-રિવાજ સાથે પહેલી કરવા ચોથ સેલિબ્રેટ કરી. ખાસ વાત એ રહી કે કેટરિના સાથે પતિ વિક્કી કૌશલે પણ વ્રત રાખ્યું હતું. હાલમાં જ કેટરીનાએ કરવા ચોથનો પહેલો અનુભવ અને વિક્કીના વ્રત સાથે જોડાયેલી વાતો શેર કરી.