ચંદ્રશેખરનો જન્મ 7 જુલાઈ 1922ના રોજ થયો હતો. તેમનું જીવન સંઘર્ષથી ભરેલું હતું. તેમના લગ્ન 13 વર્ષની ઉંમરે થયા હતા, જેના કારણે તેમણે સાતમા વર્ગ પછીનો અભ્યાસ છોડવો પડ્યો હતો. એક સમય હતો જ્યારે, ચંદ્રશેખરને ચોકીદાર તરીકે કામ કરવું પડ્યું હતું અને ટ્રોલી ખેંચવાનું પણ કામ કર્યું હતુ. તે ભારત છોડો આંદોલનનો પણ એક ભાગ રહ્યા છે.
ચંદ્રશેખરના પુત્ર પ્રોફેસર અશોક ચંદ્રશેખરે તેમના પિતાના મોતની પુષ્ટિ કરી છે. અશોકે જણાવ્યું હતું કે, બુધવારે બપોરે 3 વાગે તેમના પિતા ચંદ્રશેખરના અંતિમ સંસ્કાર વિલે પાર્લે સ્મશાનગૃહમાં કરવામાં આવશે. વૃદ્ધાવસ્થાને કારણે થતી સમસ્યાઓના કારણે ચંદ્રશેખરનું અવસાન થયું. સીરીયલ રામાયણ દ્વારા તેમણે પ્રેક્ષકોમાં લોકપ્રિયતા મેળવી હતી.
રામાયણ પહેલા ચંદ્રશેખરે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તે 1950ના દાયકાના લોકપ્રિય અભિનેતા રહ્યા છે. ચંદ્રશેખરનું પૂરું નામ ચંદ્રશેખર વિદ્યા છે. તેમણે ઔરત તેરી યે કહાની ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ વર્ષ 1954માં વી. શાંતારામ દ્વારા બનાવવામાં આવી હતી. તેમણે લગભગ 112 પ્રોજેક્ટ્સમાં કામ કર્યું .
રામાયણમાં સુમંતના પાત્રએ ચંદ્રશેખરને ઘરે ઘરે પ્રખ્યાત કર્યા. રામાયણ સમયે તે 65 વર્ષનાં હતા. આજે તેનો પૌત્ર ટીવી એક્ટર શક્તિ અરોરા ટેલિવિઝનમાં તેના ભાવિને આકાર આપી રહ્યો છે. સિરસિલા બાદલતે રિશ્તો કા સીરિયલથી શક્તિને લોકપ્રિયતા મળી. તે તેના મામા, દાદા સાથે સારી બોન્ડિંગ શેર કરતો હતો. શક્તિના ઇન્સ્ટાગ્રામ પર ચંદ્રશેખર સાથેની તેની તસવીરો પણ જોઇ શકાય છે.