ધર્મ ભક્તિ ડેસ્ક: વૈભવ આપનાર અને આર્થિક તેમજ ભૌતિક સુખ સુવિધાનો કારક માનવામાં આવનાર ગ્રહ શુક્ર પોતાની સ્વરાશિ તુલા રાશિ છોડીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. વૃશ્ચિક રાશિમાં શુક્રનું ભ્રમણ 11 ડિસેમ્બરે થશે અને આવતા વર્ષે 4 જાન્યુઆરી સુધી તે વૃશ્ચિક રાશિમાં રહેશે. પ્રેમ અને રોમાંસની દ્રષ્ટિએ શુક્રને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વૃશ્ચિક રાશિમાં શુક્રનું આગમન છ રાશિ માટે શુભ ફળ આપનારં છે. ચાલો ત્યારે જાણીએ શુક્રનું આ ગોચર કઇ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ લાવશે.