Varun-Natasha Wedding: પરિવારની સાથે અલીબાગ માટે નીકળી દુલ્હનિયા, જુઓ PHOTOS
વરૂણ ધવન (Varun Dhawan) અને નતાશા દલાલ (Natasha Dalal)નાં લગ્નની વિધીઓ શરૂ થઇ ગઇ છે. કોરોનાને કારણે ડેવિડ ધવનનાં દીકરા વરૂણ ધવનનાં લગ્નમાં બોલિવૂડનાં કેટલાંક ખાસ લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ વચ્ચે નતાશા દલાલ પણ પરિવારની સાથે અલીબાગ જવા રવાના થઇ ગઇ છે.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર વરૂમ ધવન (Varun Dhawan) જલદી જ ગર્લફ્રેન્ડ નતાશા દલાલ (Natasha Dalal) સાથે લગ્નનાં બંધનમાં બંધાવવા જઇ રહી છે. બંનેનાં લગ્ન હાલમાં ચર્ચામાં છે. વરૂણ અને નતાશા દલાલ 24 જાન્યુઆરીનાં સાત ફેરા લેવા જઇ રહ્યાં છે. અલીબાગનાં ધ મેંશન હાઉસમાં વરૂણ-નતાશા (Varun Dhawan and Natasha Dalal Wedding)નાં લગ્ન થશે. બંનેનાં લગ્નની વિધીઓ શરૂ થઇ ગઇ છે. કોરોનાને કારણે ડેવિડ ધવનનાં દીકરા વરૂણ ધવનનાં લગ્નમાં બોલિવૂડનાં ખાસ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે આ વચ્ચે નતાશા દલાલ પરિવારની સાથે અલીબાગ જવા રવાના થઇ ગઇ છે. (photo Credit: Viral Bhayani)


નતાશા દલાલની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તે પરિવારની સાથે નજર આવી છે. (photo Credit: Viral Bhayani)


ફોટોઝમાં નતાશા ક્રીમ કલરનાં ડ્રેસમાં નજર આવે છે. સાથે જ કોરોનાને કારણે માસ્ક પણ પહેરી રાખ્યું છે. (photo Credit: Viral Bhayani)


આપને જણાવી દઇએ કે, 22થી 24 જાન્યુઆરી સુધી વરુણ- નતાશાનાં લગ્નની રસ્મ ચાલવાની છે. (photo Credit: Viral Bhayani)


સોર્સિસ મુજબ, સલમાન ખાન, શાહરૂખ ખાનથી લઇ કરન જોહર, અર્જુન કપૂર સુધીનાં સ્ટાર્સ હાજર રહી શકે છે.