

મુંબઇ: 24 જાન્યુઆરી, 2021, રવિવારે, બોલિવૂડ એક્ટર વરૂણ ધવન (Varun Dhawan) અને નતાશા દલાલના (Natasha Dalal) અલીબાગના એક રિસોર્ટમાં લગ્ન થઇ ગયા છે. તેમના લગ્નની (Varun Dhawan And Natasha Dalal Wedding) ઇનસાઇડ તસવીરો (inside Pics) સામે આવી ગઈ છે. બન્ને ખુબ સુંદર લાગી રહ્યાં છે. હાલ આ લોકોના લગ્નની તસવીરોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. ફોટામાં વરૂણ ધવન અને નતાશા દલાલ ખુબ ખુશ જોવા મળી રહ્યાં છે.


વરૂણ ધવને લગ્ન બાદ તેની બે તસવીરો રિલીઝ કરી હતી. એકમાં વરૂણ ધવન નતાશા દલાલનો હાથ પકડી ફેરા લેતા જોવા મળી રહ્યો છે. તેમાં બન્ને ખુશ લાગી રહ્યાં છે. બન્નેએ પરંપરાગત અંદાજમાં કપડા પહેર્યા છે. વરૂણ ધવને લગ્નની તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર લખ્યું કે, જીવનભરનો પ્રેમ હવે ઓફિશિયલ થઇ ગયો છે. જે બાદ વરૂણના ફેન્સ અને સેલેબ્સની શુભેચ્છાઓનો વરસાદ થઇ ગયો હતો.


વરૂણ અને નતાશા બેઠા છે અને પરિવાર તેના પર ફૂલોની વર્ષા કરી રહ્યો છે. પિતા ડેવિડ ધવન પણ ફોટોમાં જોવા મળી રહ્યા છે અને બધા વરૂણ-નતાશાને આશીર્વાદ આપી રહ્યા છે. આ તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે.


વરૂણ ધવન અને નતાશા દલાલ એકબીજાને બાળપણથી ઓળખે છે. બન્નેનું અફેર વર્ષો સુધી ચાલ્યુ હતું. બન્નેએ આજે લગ્ન કરી તેના પર મહોર લગાવી દીધી છે.


ફેન્સ સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરી રહ્યા છે. વરૂણ અને નતાશા આજે ખુબ ખુશ જોવા મળી રહ્યા છે.


લગ્નમાં કોરોનાને લીધે ખાસ લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. બન્ને હવે જલદી હનીમૂન પર જવાના છે.