તેમણે કહ્યું હતું કે, તેઓ 12 વર્ષની ઉંમરે તેમના પિતા સાથે એક કોન્સર્ટમાં ગયા હતા. જ્યાં સંગીતની દુનિયાના ઘણા દિગ્ગજો હાજર હતા. જેમાં પંડિત રવિશંકર, ઉસ્તાદ અલી, બિસ્મિલ્લાહ ખાન, અકબર ખાન, પંડિત શાંત પ્રસાદ અને પણ પંડિત કિશન મહારાજ પણ શામેલ હતા. તેઓ અલ્લાહ રખ્ખા ખાનના પુત્ર હોવાના કારણે જાકીરને સંયોજકે સ્ટેજ પર બોલાવ્યા હતા. મંચ પર પ્રદર્શન પૂર્ણ થયા બાદ તેમને 5 રૂપિયા મળ્યા હતા. જે તેમના માટે સૌથી ખાસ ગિફ્ટ હતી.
ઉલ્લેખનીય છે કે, તેમને 1992માં ધ પ્લેનેટ ડ્રમ અને 2009માં ગોલબલ ડ્રમ પ્રોજેક્ટ માટે તેમને 2 ગ્રેમી એવોર્ડ મળ્યા હતા. જાકીર હુસૈનને પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને સંગીત નાટક એકેડમી તરફથી પણ સન્માન મળી ચૂક્યું છે. તેઓ ઘણી વખત કહી ચુક્યા છે કે, હિન્દુસ્તાની સંગીત સ્ટેડિયમ્સ માટે નહીં પરંતુ તે રૂમનું સંગીત છે.