બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલાએ હાલમાં તેનાં ફેન્સ સાથે કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં ઉર્વશીએ 20,000 ફૂટની ઉંચાઇએથી સ્કાયડાઇવિંગ કર્યુ છે. સ્કાય ડાઇવિંગની આ તસવીરો શેર કરતાંની સાથે જ વાયરલ થઇ ગઇ છે. રજાઓ ગાળવા આવેલી ઉર્વશીએ સ્કાયાડઇવિંગનો અનુભવ લીધો અને તસવીરો પણ શેર કરી છે. આ તસવીરો શેર કરતાંની સાથે તેણે નીચે લખ્યુ છે કે, હેપિનેસનું વધુ એક વર્ષ, ખુશીઓનું વધુ એક વર્ષ, સ્કાય ડાઇવનું પણ વધુ એક વર્ષ પોતાની બોલ્ડનેસને કારણે ચર્ચામાં રહેનારી ઉર્વશી ટૂંક સમયમાં જ્હોન અબ્રાહમ સાથે 'પાગલપંતી' ફિલ્મમાં નજર આવશે.