બોલિવૂડ (Bollywood)ની સુંદર, બોલ્ડ અને હોટ એક્ટ્રેસમાંથી એક તેવી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) હંમેશા સોશિયલ મીડિયા (Social Media) પર છવાયેલી રહે છે. અને તે વાત પણ એટલી જ સાચી છે કે ઉર્વશી કંઇકને કંઇ કરીને સોશિયલ મીડિયામાં છવાયેલું રહેવાનું પસંદ કરે છે. ત્યારે હાલમાં જ તેણે પોતાની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. જેણે સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે. તમે પણ જુઓ આ બોલ્ડ તસવીરો અહીં. ફોટો સભાર @urvashirautela/Instagram
આ તસવીરો પર ઉર્વશી રૌતેલાના ફેન્સ ખૂબ કમેન્ટ કરી રહ્યા છે. જો કે ક્યાંક અનેક લોકો તેની નખશિશ સુંદરતાના કાયલ થઇ રહ્યા છે તો કેટલાક લોકોએ તેના આટલા બોલ્ડ અવતારને લઇને તેને મેણા પર માર્યા છે. એક યુઝર્સે તો કોમેન્ટ લખ્યું છે કે - કપડા ક્યાં ગયા દીદીના! તો બીજા એક લખ્યું- એટલા પૈસા છે કે પહેરવાના કપડા નથી, હાય રે અમીરી. ફોટો સભાર (Urvashi Rautela)
ઉર્વશીના કેરિયરની વાત કરીએ તો તેમણે એક્શન રોમાન્સ ફિલ્મ સાહબ ધ ગ્રેટથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તે સની દેઓલની પત્ની બની હતી. તે પછી તે બોલિવૂડ રેપર હની સિંહના એક વીડિયો લવડોઝમાં નજરે પડી હતી. આ ગીત ખૂબ પોપ્યુલર થયું હતું. તે પછી ઉર્વશી મસ્તી સીક્વલ ગ્રેટ ગ્રાન્ડ મસ્તીમાં નજરે પડી હતી. જેમાં તે ભૂત બની હતી. ઉર્વશી હાલમાં વર્જિન ભાનુપ્રિયામાં નજરે પડી હતી. ફોટો સભાર (Urvashi Rautela)